Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ઉત્તરપ્રદેશમાં ૭૪ સીટો પર જીત મેળવીશું : જે.પી.નડ્ડા

કેન્દ્રીય મંત્રી જે.પી.નડ્ડાએ દાવો કર્યો છે કે, ભાજપ ૨૦૧૯ લોકસભા ચૂંટણીમાં ઉત્તરપ્રદેશની ૮૦માંથી ૭૪ જીતશે. રાજ્યનાં પ્રભારી બન્યા પછી પહેલી વખત નડ્ડાએ રાજ્યનાં દિગ્ગજ નેતાઓ સાથે બેઠક કરી. નડ્ડાની સાથે તેમના સાથી પ્રભારી નરોત્તમ મિશ્રા અને દુષ્યંત ગૌતમ પણ હતા. નડ્ડાએ કહ્યું કે, ભાજપ આ વખતે રાજ્યમાં જીતનાં તમામ રેકોર્ડ તોડશે.
નડ્ડાએ કહ્યું કે સપા- બસપાનાં ગઠબંધનનું લક્ષ્ય ફક્ત મોદીજીને હટાવવાનું છે જેની અમને પહેલાથી જ ખબર હતી. આ લોકોની રાજનીતિ કમિશન, ભ્રષ્ટાચાર અને ભાગલા પર આધારિત છે. અમારી રણનીતિ ઓછામાં ઓછા ૫૦% મત મેળવવાની છે.
ભાજપનાં ૨૦૧૪નાં ચૂંટણી વાયદા અંગેના પ્રશ્ન પર નડ્ડાએ જણાવ્યું કે, વાયદા ન પુરા કરી શકવાનો રેકોર્ડ વિપક્ષ પાર્ટીનો છે. ભાજપે સૌનો સાથ, સૌના વિકાસમાં વિશ્વાસ કાયમ કર્યો છે. તેના પાછળનું કારણ મોદી સરકાર દ્વારા કરાયેલા કામો જ છે. દેશની જનતાની વડાપ્રધાન મોદી પ્રત્યેની લાગણી જ ભાજપ માટે મદદરૂપ બનશે. નડ્ડાએ રાફેલ મુદ્દે કહ્યું કે, પાર્ટી પાસે કોઈ મુદ્દો નથી જેથી તેઓ આ પ્રકારની વાતોને વેગ આપે છે. પરંતુ હું એટલુ જ કહીશ કે, જનતાને સાચુ શું છે તે ખબર છે.

Related posts

મુંબઈની કોર્ટે ડ્રગ્સ કેસમાં મમતા કુલકર્ણી અને વિક્કી ગોસ્વામીન ભાગેડુ જાહેર કર્યાં

aapnugujarat

मोदी सरकार ने उच्च नैतिक अधिकार खोए : यशवंत सिन्हा

aapnugujarat

गया में ट्रक और ऑटो के बीच टक्कर, 7 की मौत

editor

Leave a Comment

UA-96247877-1