Aapnu Gujarat
ગુજરાત

ગુજરાત ભાજપમાં અસંતોષ અંગે પ્રભારી ઓમ માથુરે કહ્યું, અબ મેં આ ગયા હું, સબ કુછ ઠીક હો જાયેગા..!

ગુજરાત રાજ્યમાં આનંદીબેન પટેલને મુખ્યમંત્રી પદેથી હટાવ્યા બાદ સપાટી પર આવેલી ભાજપની જૂથબંધી અત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સુધી ચરમસીમાએ છે. ત્યારે લોકસભાની ચૂંટણી માટે ભાજપના પ્રભારી બનીને પ્રથમવાર ગુજરાતની મુલાકાતે આવેલા ઓમ માથુરે કહ્યું કે, અબ મેં આ ગયા હું, સબ કુછ ઠીક હો જાયેગા..! તેમણે હસી-મજાકમાં કહેલી આ વાતથી લોકસભાની ચૂંટણી વખતે ભાજપનો અસંતોષ અને આંતરિક જુથવાદ નડે નહીં તે માટે કવાયત કરવી પડશે તેવો નિર્દેશ આપ્યો છે.
આજે પ્રથમ મુલાકાતમાં ગુજરાતની તમામ ૨૬ બેઠકો જીતવાનો વિશ્વાસ વ્યકત કરતા ભાજપના લોકસભાના ઇન્ચાર્જ ઓમ માથુરે કહ્યું કે, ૨૦૦૪થી ગુજરાત મારૂ હોમટાઉન બની ગયું છે. લોકસભાની ચૂંટણી વિકાસના મુદ્દે લડવાનું જણાવી તેમણે કહ્યું કે, ભાજપ દરેક ચૂંટણીને એક પડકાર ગણીને જ લડે છે.
તેમણે ઉમેર્યું કે, ૧૦ ટકા ઈબીસીનો લાભ આપવાના નિર્ણયથી લોકસભાની ચૂંટણીમાં ભાજપને ફાયદો થશે. જ્યારે ગુજરાતમાં પાટીદાર આંદોલન સહીત કોઈ જ પડકાર નથી. ગુજરાતમાં ભાજપનું સંગઠન મજબુત હોવાનું જણાવતા તેમણે કહ્યું કે, નરેન્દ્ર મોદી સરકારે આપેલી ૧૦ ટકા સવર્ણ અનામતનો ગુજરાતે પ્રથમ અમલ કરી રાજ્ય સરકારે નરેન્દ્ર મોદીને વધાવ્યા છે.તેમણે કહ્યું કે, ગુજરાતમાં તમામ ૨૬ બેઠકો જીતવા રણનીતિ તૈયાર કરી રહ્યા છે. ઓમ માથુરે આગામી દિવસોમાં બોર્ડ-નિગમોમાં વિવિધ હોદ્દાઓ પર કાર્યકરોની નિમણૂંક કરવાના નિર્દેશો પણ આપ્યા હતા. રાજ્યમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ વચ્ચે અસંતોષ હોવાના એક પ્રશ્નના જવાબમાં તેમણે હસતા હસતા કહ્યું કે, અબ મેં આ ગયા હું, સબ કુછ ઠીક હો જાયેગા..! ઓમ માથુરે આ પ્રસંગે લોકસભાની ચૂંટણી લડવા માટે લાલકૃષ્ણ અડવાણીની ઉમેદવારી તેમજ ઉત્તર પ્રદેશના પ્રભારી ગોરધન ઝડફિયાના પ્રશ્નના જવાબ આપવાનું ટાળ્યું હતું. જયારે રામ મંદિરના પ્રશ્ને તેમણે કહ્યું કે, ભાજપના દરેક સાંસદો રામ મંદિર બને તેવું ઈચ્છી રહ્યા છે, પરંતુ ભાજપ સવીધાનને વરેલી પાર્ટી છે.

Related posts

પાલનપુર કોર્ટના મદદનીશ સરકારી વકીલ ૧ લાખની લાંચ લેતા ઝડપાયા

aapnugujarat

બોડેલી એસ.ટી. ડેપોમાં ગંદકીનું સામ્રાજ્ય

aapnugujarat

હાંડોડ નજીક મહીસાગર નદીના પટમાં નાહવા પડેલા ચાર યુવાનો તણાયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1