Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

મકાનના વેચાણમાં ૭ વર્ષ બાદ આવી તેજી

દેશમાં મકાનોનું વેચાણ ૨૦૧૮માં વધ્યું છે અને આ દરમિયાન આઠ મુખ્ય શહેરોના નિવાસી એકમોના વેચાણમાં વાર્ષિક આધારે છ ટકાનો વધારો નોંધાયો છે. આ જાણકારી બજારનું અધ્યન કરનાર એક ટોચની ફર્મના તાજા રિપોર્ટમાં આપવામાં આવી છે.
સંપત્તિ સલાહકાર કંપની નાઇટ ફ્રેંક ઈન્ડિયનાઅ રિપોર્ટ અનુસાર આ આઠ શહેરોમાં દિલ્હી-એનસીઆર, મુંબઇ, બેંગલોર, ચેન્નઈ અને અમદાવાદમાં વેચાણ વધ્યું છે. તો કલકત્તા અને પૂણેમાં ઘટાડો નોંધાયો છે. ઈન્ડીયન રીયલ એસ્ટેટ (જુલાઇ-ડીસેમ્બર ૨૦૧૮) શીર્ષક આ રિપોર્ટમાં સોમવારે જાહેર કરવામાં આવ્યો હતો. રિપોર્ટ અનુસાર ગ્રાહકોને આકર્ષવા માટે ઘણા ડેવલોપરોએ મકાનોની કિંમત ઓછી કરવા અને કેટલાક અપ્રત્યક્ષ રાહતની ડીમાંડ કરી છે. નાઇટ ફ્રેંડ ઈન્ડિયાના ચેરમેન તથા મેનેજિંગ ડિરેક્ટર શિશિર બૈજલે અહીં સંવાદદાતાને કહ્યું કે સાત વર્ષ બાદ ૨૦૧૮માં ભારતીય આવાસ બજારમાં વેચાણ સુધર્યું છે. તેનું મુખ્ય કારણ સસ્તા મકાનો માંગ વધવાનું છે. રિપોર્ટ અનુસાર વેચાણ વધવાથી શરૂ થનાર ઘરોના પ્રોજેક્ટનો સ્ટોક ઓછો થયો છે. એવા મકાનોની સંખ્યા ૧૧ ટકા ઘટીને ૪.૭ લાખ એકમ પર આવી ગઇ છે. અન્ય સંપત્તિ સલાહકાર કંપનીઓની તુલનામાં નાઇટ ફ્રેંકના રિપોર્ટમાં આવાસીય વેચાણમાં વધારો છ ટકાના દરે ઓછો થયો છે. નાઇટ ફ્રેંકના વિરૂદ્ધ જેએલએલ ઈન્ડિયાએ સાત શહેરોમાં આવસીય એકમોના વેચાણમાં ૪૭ ટકા, એનારોકે ૧૬ ટકા અને પ્રોપ ટાઇગરે નવ મોટા શહેરોમાં વેચાણમાં ૨૫ વધવાના આંકડા રજૂ કર્યા છે.
નાઇટ ફ્રેંકના અનુસાર વર્ષ ૨૦૧૮માં ૨,૪૨,૩૨૮ મકાન વેચાવાનું અનુમાન છે, જ્યારે ૨૦૧૭માં આ આંકડો ૨,૨૮,૦૭૨ મકાનનો હતો. તેમાં વાર્ષિકા આધાર પર સૌથી વધુ વૃદ્ધિ બેગલોરમાં ૨૭ ટકા નોંધાઇ છે. દિલ્હી-એનસીઆરમાં વેચાણમાં ૮ ટકાનો વધારો થયો છે. તેમાં પણ સૌથી વધુ આવાસીય એકમો નોઇડા અને ગ્રેટર નોઈડામાં વેચાયા છે. વર્ષ ૨૦૧૭ની તુલનામાં કલકત્તામાં વેચાણ ૧૦ ટકા અને પૂણેમાં એકનો ઘટાડો આવ્યો છે.

Related posts

ત્રાસવાદ અંગે ઇમરાન ખાનના મૌન સામે અમિત શાહના પ્રહાર

aapnugujarat

એસસી એક્ટ અંગે વટહુકમ લાવવાની કેન્દ્રની વિચારણા

aapnugujarat

સિદ્ધુ મને મુખ્યમંત્રી પદથી દૂર કરવા માંગે છે : કેપ્ટન અમરિંદરસિંહ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1