Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

અયોધ્યા મામલે ચૂંટણી પહેલા ચુકાદો નહીં આવે તેવી શક્યતા

લોકસભાની ચૂંટણી પહેલા દેશના સૌથી જટિલ મામલા રામજન્મભૂમિ બાબરી મસ્જિદ કેસમાં ચુકાદો આવે તેવી શક્યતા ઓછી છે. કારણ કે નિયમ મુજબ જે રીતે પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે તેને જોતા લોકસભા ચૂંટણી પહેલા તેના મામલે ચુકાદો આપવાની બાબત શક્ય દેખાઇ રહી નથી. તમામ જાણકાર લોકો જાણે છે કે બંધારણીય બેંચ સપ્તાહમાં ત્રણ દિવસ બેસે છે. સુનાવણી માટે તેને ૩૬ દિવસ જ મળનાર છે. જે દેશના સૌથી મુશ્કેલ મામલે નિર્ણય કરવામાં ઓછા રહેશે. આવી સ્થિતીમાં ચુકાદો આવે તેવી શક્યતા ઓછી છે. ભારે ચર્ચાસ્પદ અયોધ્યા મામલામાં સુનાવણી ગઇકાલે ફરી એકવાર ૨૯મી જાન્યુઆરી સુધી ટાળી દેવામાં આવી હતી. સપ્રીમ કોર્ટમાં પણ તારીખ પર તારીખ પડવાનો સિલસિલો જારી રહ્યો હતો. પાંચ જજની બંધારણીય પીઠમાં સામેલ રહેલા જસ્ટીસ યુયુ લલિતે આ મામલામાંથી પોતાને અલગ કરી લેતા સુનાવણી ફરી એકવાર ટળી ગઇ હતી. હવે નવી બેંચમાં જસ્ટીસ યુયુ લલિતની જગ્યાએ અન્ય જજને સામેલ કરવાાં આવનાર છે. હવે બેંચની રચના ફરીથી કરવામાં આવનાર છે. સીજેઆઈ રંજન ગોગોઈએ કહ્યું હતું કે, મામલામાં કુલ ૮૮ લોકોની જુબાની લેવામાં આવશે. આ મામલા સાથે જોડાયેલા ૨૫૭ દસ્તાવેજો રજૂ કરાશે. આ દસ્તાવેજો ૧૩૮૬૦ પાનામાં છે. મૂળભૂત રેકોર્ડિંગ ૧૫ બંડલોમાં છે. સીજેઆઈએ કહ્યું હતું કે કેટલાક દસ્તાવેજ, હિન્દી, અરબી અથવા તો ગુરુમુખી અને ઉર્દૂમાં છે. અગાઉ સુપ્રીમ કોર્ટે પાંચ જજની બંધારણીય બેંચની રચના કરી હતી. સાથે સાથે સુનાવણી ૧૦મી જાન્યુઆરીના દિવસથી હાથ ધરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જો કે સુનાવણી ટળી ગઇ હતી.હવે ફરી એકવાર બંધારણીય પીઠ દ્વારા સુનાવણી કરવામાં આવનાર છે. આને લઇને દેશના લોકોની નજર કેન્દ્રિત થઇ ગઇ છે.

Related posts

तिरुपति मंदिर में कपड़ा कारोबारी ने दान किए 6 किलो सोने के जेवर

aapnugujarat

राजद के वरिष्ठ नेता श्याम रजक का बड़ा दावा: हमारे संपर्क में जदयू के 17 विधायक

editor

લાલુ યાદવ બચવા સંઘ-ભાજપના શરણમાં ગયા હતા : સુશીલકુમાર મોદી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1