Aapnu Gujarat
Uncategorized

પુત્રએ પિતાનું કાસળ કાઢ્યું

પિતા પુત્રના સંબંધને લાંછન લગાવતો કિસ્સો જૂનાગઢના પ્લાસવામાં સામે આવ્યો છે. જેને લઈને સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. તાલુકા પોલીસે આ મામલામાં હત્યારા પુત્રની ધરપકડી કરી લીધી છે અને વધુ તપાસ હાથ ધરી છે.
જુનાગઢ જિલ્લાના પ્લાસવામાં એક પુત્રએ તેના પિતાની હત્યા કરી દેતા ચકચાર મચી જવા પામી છે. આરોપી જ્યારે ઘરે ગયો ત્યારે તેના પિતા સાથે બોલાચાલી થઈ હતી. આરોપી પુત્રને દારૂ પીવાની ખુબ જ ખરાબ ટેવ આ હત્યાનું કારણ બની હોવાથી પિતા-પુત્ર વચ્ચે માથાકૂટ થઇ હતી. આમ પિતા-પુત્રના સંબંધને લાંછન લગાવતો કિસ્સો સામે આવતા સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચી ગઈ છે. જ્યારે પિતાના મૃત્યુને લઈને પરિવારમાં શોકનો માહોલ છવાય ગયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, દારૂ પીવાની કૂટેવ ધરાવતો પુત્રને પિતાએ ઠપકો આપતા તે ઉશ્કેરાઇ ગયો હતો અને ગુસ્સામાં આવીને દારૂડીયા દીકરાએ પુત્ર પર પથ્થરના ઘા માર્યા હતા. જ્યાં ઘટના સ્થળે જ પિતાનું મોત નિપજ્યુ હતું. હાલમાં પોલીસે લાશને પીએમ માટે સિવિલ હોસ્પિટલ મોકલી આપી છે. અને સ્થાનિક પોલીસે આ મામલામાં વધુ તપાસ હાથ ધરી છે.

Related posts

Rohit Sharma will be opening in Indian Test team : MSK Prasad

aapnugujarat

પતિ એ સાચા અર્થમાં વેલેન્ટાઈન્સ ડે ની ઉજવણી કરી સાર્થક

editor

ભાજપ રાજમાં આતંકવાદ વકર્યો : ગુલામ નબી આઝાદ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1