Aapnu Gujarat
મનોરંજન

‘ગલી બોય’નું ટ્રેલર રિલીઝ કરાયું; રણવીરનો ફાંકડો અભિનય

હાલમાં જ ‘સિમ્બા’ તરીકે રૂપેરી પડદા પર રજૂ થયેલો રણવીર સિંહ હવે દર્શકો સમક્ષ આવી રહ્યો છે ‘ગલી બોય’ બનીને. આ ફિલ્મ જાણીતા રેપર ડિવાઈનનાં જીવન પર આધારિત છે. ફિલ્મમાં રણવીર સિંહ એક સડકછાપ રેપરની ભૂમિકા કરી રહ્યો છે.રણવીર સિંહ અને આલિયા ભટ્ટને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી ફિલ્મ ‘ગલી બોય’નું ટ્રેલર આજે અહીં મિડિયાકર્મીઓ સમક્ષ રિલીઝ કરવામાં આવ્યું હતું.
ટ્રેલર લોન્ચ પ્રસંગે મિડિયાકર્મીઓનું મનોરંજન કરવાની તક રણવીરે ઝડપી લીધી હતી અને એણે હિપ-હોપ સ્ટાઈલમાં પરફોર્મ કર્યું હતું. એણે ફિલ્મનું ટીઝર ગીત ‘અસલી હિપ હોપ’ જાતે ગાયું હતું.
ટ્રેલર જોઈને કહી શકાય કે ફિલ્મ રિલીઝ થશે ત્યારે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવશે, કારણ કે આ ફિલ્મ યુવા વ્યક્તિઓને આકર્ષિત કરશે.ટ્રેલરમાં રણવીરનો લુક ‘બાજીરાવ મસ્તાની’ કે ‘પદ્માવત’ના પાત્રોની સરખામણીમાં એકદમ અલગ પ્રકારનો છે. એ વધારે યુવાન વયનો, ‘બેન્ડ બાજા બારાત’ ફિલ્મ વખતના રણવીર જેવો દેખાય છે.ટ્રેલરમાં ‘ગલી બોય’ રણવીર સિંહ અને સફીના આલિયા ભટ્ટનાં પ્રેમની ઝલક પણ જોવા મળે છે. ફિલ્મમાં રણવીર રેપ આર્ટિસ્ટનો રોલ કરી રહ્યો છે જે સંઘર્ષ કરી રહ્યો છે.આલિયાનું પાત્ર પણ એકદમ બહાદુર છોકરીનું છે.એક્સેલ એન્ટરટેનમેન્ટના બેનર હેઠળ ફરહાન અખ્તર અને રિતેષ સિધવાની તથા ટાઈગર બેબી પ્રોડક્શન્સના બેનર હેઠળ ઝોયા અખ્તરે આ ફિલ્મનું નિર્માણ કર્યું છે. ફિલ્મ આગામી ૧૪ ફેબ્રુઆરીએ રિલીઝ થવાની છે.ટ્રેલર લોન્ચ પ્રસંગે મિડિયાકર્મીઓ સમક્ષ આ ત્રણેય જણ હાજર હતાં. આ ફિલ્મ બનાવવામાં પોતાને કેવી રીતે પ્રેરણા મળી હતી એની જાણકારી ઝોયાએ આપી હતી.

Related posts

સલમાનની જામીન અરજી પર આવતીકાલે સુનાવણી

aapnugujarat

નરગીસ રેસ-૩ ફિલ્મમાં ખાસ રોલમાં નજરે પડશે

aapnugujarat

મેરી કોમ બાદ પ્રિયંકા ચોપડા પીટી ઉષા બનવા માટે ઇચ્છુક

aapnugujarat

Leave a Comment

UA-96247877-1