Aapnu Gujarat
મનોરંજન

નરગીસ રેસ-૩ ફિલ્મમાં ખાસ રોલમાં નજરે પડશે

બોલિવુડમાં ઘણા સમયથી હોવા છતાં નરગીસ પાસે વધારે ફિલ્મો હાથમાં આવી રહી નથી. હવે તે સલમાન ખાનની મોટી ફિલ્મ રેસ-૩માં ખાસ ભૂમિકા અદા કરવા જઇ રહી છે. સલમાનની જ કિક ફિલ્મમાં કામ કર્યા બાદ નરગીસ રાતોરાત સુપરસ્ટાર બની હતી. હવે તેની પાસે ફરી એકવાર આ તક રહેલી છે. તે એક હોલિવુડ ફિલ્મમાં પણ કામ કરી રહી છે. કુશળ અભિનેત્રી તરીકેની સાબિતી તે કેટલીક ફિલ્મોમાં ભૂમિકા અદા કરીને આપી ચુકી છે. જો કે તે હજુ આશાવાદી બનેલી છે. સલમાન ખાન સાથે કિક ફિલ્મમાં આઇટમ સોંગમાં જોરદાર પરફોર્મ કર્યા બાદ તેને ફિલ્મ અને જાહેરાત હવે વધારે મળી હતી. રોક સ્ટાર ફિલ્મમાં રણબીર કપુર સાથે કામ કરીને બોલિવુડમાં એન્ટ્રી કરનાર નરગીસને ફિલ્મો મળી રહી છે પરંતુ તે જાહેરાત પર વધારે ધ્યાન આપી રહી છે. સાથે સાથે ફિલ્મી કેરિયર પર ધ્યાન આપી રહી છે. આ જ કારણસર તે ઉદય ચોપડાની સાથે પણ સંબંધ તોડી ચુકી છે. અભિનેત્રીઓ વચ્ચે ચાલી રહેલી સ્પર્ધા વચ્ચે તે પણ મજબૂતી સાથે મેદાનમાં ઉતરવા તૈયાર છે. ચેક-પાકિસ્તાની મૂળની અભિનેત્રીએ એક બ્યુટી બ્રાન્ડ સાથે સમજૂતી કરી છે. નરગીસ પાસે પહેલાથી જ પાંચ બ્રાન્ડની જાહેરાતો છે. દીપિકા અને પ્રિયંકા ચોપડા જેટલી રકમ નરગીસ જાહેરાતોની દુનિયામાં મેળવી રહી છે. બોલિવૂડમાં અક્ષય કુમાર સાથે સાથે પણ તે કામ કરી ચુકી છે. નરગીસ માને છે કે બોલિવુડમાં તમામ કલાકારો માટે કામ છે. નરગીસ બોલિવુડમાં અભિનેત્રીઓ વચ્ચે ચાલી રહેલી સ્પર્ધાના કારણે પરેશાન નથી. જો કે તે ભાષાની તકલીફ હજુ પણ ધરાવે છે. રેસ-૩ને લઇને તે આશાવાદી છે.

Related posts

पशु क्रूरता के खिलाफ सख्त कानून चाहती हूं : अनुष्का

aapnugujarat

असफलता मुझे प्रभावित नहीं करती : जॉन

aapnugujarat

વરુણ અને નતાશા આ મહિનામાં લગ્ન કરશે તેવી સંભાવના

editor

Leave a Comment

UA-96247877-1