Aapnu Gujarat
ગુજરાત

માંડલ ખંભલાય મંદિરે મહાકાલ મૃત્યુંજય મહાયાગ પ્રસંગે વર્ષોથી ટ્રસ્ટમાં યોગદાન આપનાર મહાનુભાવોનું કુત્સસ રત્ન એવોર્ડથી સન્માનિત કરાયા

માંડલ ખંભલાય માતાજી પ્રાગટ્ય સ્થાન તળાવ મંદિર ખાતે છેલ્લાં ચાર દિવસથી વિશ્વમાં લગભગ પ્રથમવાર આ કાર્ય થઈ રહ્યું હશે એવો મહાકાલ મૃત્યુંજય મહાયાગ અણમોલ અવસર ચાલી રહ્યો છે. આ પ્રસંગના ચતુર્થ દિને એટલે કે તા.2 જાન્યુઆરી ના રોજ ખંભલાય માતાજી મંદિરમાં કેટલાય વર્ષોથી પોતાનો અમૂલ્ય સમય ફાળવી જે યોગદાન આપ્યું છે અને ટ્રસ્ટ ને જ્યાં જ્યાં મદદરૂપ થઈને કામ હળવા કરેલા છે એવા મહાનુભાવોનું કુત્સસ રત્ન એવોર્ડ અર્પણ કરાયો હતો. જ્યારે 2007/08 માં તળાવ વચ્ચે પ્રગટ થયેલા માતાજી સુધી પહોંચવા માટે સેતુ બનાવવામાં આવ્યો હતો તે સમયે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના ચેરમેનનો અથાગ ફાળો રહેલો હતો. આમ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના ચેરમેન કિરીટભાઈ અધવર્યું,તેમજ ગુજરાતમાં અનેક મંદિરોમાં ટ્રસ્ટી રહી ચૂકેલા અને માંડલ ખંભલાય ટ્રસ્ટમાં પણ ઉમદા કામગીરી બદલ અખિલભાઈ શુકલ, તેમજ ખંભલાય મંદિરમાં કેટલાય વર્ષોથી એકાઉન્ટ નું કામ સંભાળી રહેલા ચાર્ટડ એકઉન્ટન્ટ અમિતભાઈ રાવલ, તેમજ 2007 થી ખંભલાય મંદિરે વહીવટી અધિકારી કનકભાઈ બી.દવે ની નિષ્ઠાપૂર્વક કામગીરી બદલ તેમનું પણ કુત્સસ રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ ટ્રસ્ટમાં પૂર્વ ટ્રસ્ટી હરીઓમભાઈ પ્રકાશભાઈ રાવલના પ્રેરણાદાયી પત્ની બિન્દુબેનનું પણ કુત્સસ રત્ન એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું હતું. આમ મહાકાલ મૃત્યુંજય મહાયાગ પ્રસંગે વર્ષોથી ટ્રસ્ટમાં યોગદાન આપનાર મહાનુભાવોનું કુત્સસ રત્ન એવોર્ડથી સન્માનિત કરાય હતા.

Related posts

“મારું ગામ -કોરોના મુક્ત ગામ” અભિયાનનો રાજ્યવ્યાપી ઈ-પ્રારંભ

editor

રાજપીપળા થી વડોદરાનો શોર્ટકટ પોઈચા તરફ રાત્રી મુસાફરી કરતા ચેતજો

aapnugujarat

અમદાવાદમાં જૂની સોસાયટીઓના રિડેવલપમેન્ટમાં ફરી તેજી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1