Aapnu Gujarat
ગુજરાત

‘તેજસ’ પછી હવે આવી રહી છે અત્યાધુનિક સુવિધા સંપન્ન ડબલ ડેકર એસી ટ્રેન ઉદય એક્સપ્રેસ

તેજસ એક્સપ્રેસ બાદ રેલવે મંત્રાલય હવે એક વધુ એક્સપ્રેસ ટ્રેન પ્રવાસીઓની સેવામાં દાખલ કરવાની તૈયારીમાં છે. આવનારા અમુક મહિનામાં ઉદય એક્સપ્રેસ નામની અત્યાધુનિક સુપરફાસ્ટ ટ્રેન પ્રવાસીઓ માટે ઉપલબ્ધ થશે.એક અહેવાલ મુજબ ભારતીય રેલવે જુલાઈ મહિનામાં ઉત્કૃષ્ટ ડબલ ડેકર એસી યાત્રી (ઉદય) એક્સપ્રેસ શરૂ કરવાની છે.આ ટ્રેન ઉંચી ડિમાન્ડવાળા રૂટ્‌સ પર દોડાવવામાં આવશે અને પ્રવાસીઓને રાતની મુસાફરી વખતે વિશિષ્ટ પ્રકારની સેવાઓ ઉપલબ્ધ કરવામાં આવશે.ઉદય એક્સપ્રેસમાં ૧૨૦-સીટવાળા એરકન્ડિશન્ડ કોચમાં કમ્ફર્ટેબલ રીક્લાઈનિંગ ચેર્સ હશે. ડબ્બામાં પ્રવાસીઓ માટે ફૂડ તથા ચા અને કોલ્ડ ડ્રિન્ક માટે મોટા કદના વેન્ડિંગ મશીન્સ મૂકવામાં આવેલા હશે.
ઉદય એક્સપ્રેસ દિલ્હી-લખનઉ જેવા હાઈ-ડીમાન્ડ રૂટ્‌સ પર દોડશે અને તેનું ભાડું રેગ્યૂલર મેઈલ/એક્સપ્રેસ ટ્રેનોમાં થર્ડ એસી ક્લાક કરતાં ઓછું હશે.દરેક કોચમાં વાઈ-ફાઈ સ્પીકર સિસ્ટમ સાથે મોટા એલસીડી સ્ક્રીન્સ હશે.અન્ય ટ્રેનો કરતાં ઉદય એક્સપ્રેસમાં ૪૦ ટકા વધારે પ્રવાસીઓને ક્ષમતા હશે. તેથી રેલવેને પ્રવાસીઓનો ધસારો દૂર કરવામાં સારું પડશે.રાતની મુસાફરી હોવા છતાં આ ટ્રેનમાં સ્લીપર બર્થ નહીં હોય, તે છતાં પ્રવાસીઓને સફર દરમિયાન પૂરતી નિરાંત મળી રહે એ માટે એમને બીજી ઘણી નવી સુવિધાઓ પૂરી પાડવામાં આવશે.જેમ કે, રાતના સમયે પ્રવાસીઓ પગ લાંબા કરીને રીલેક્સ થઈ શકે એવી કમ્ફર્ટેબલ સીટ હશે.બાયો-ટોઈલેટ્‌સવાળા ડબ્બાઓમાં ઈન્ટીરિયર આધુનિક પ્રકારનું હશે.કેટરિંગ સુવિધામાં, પ્રવાસીઓને દરેક ડબ્બામાં ફૂડ વેન્ડિંગ બોક્સીસમાંથી રાંધીને તૈયાર રખાયેલા ગરમ ખાદ્યપદાર્થો મળશે.આ ટ્રેન કલાકના ૧૧૦ કિ.મી.ની ઝડપે દોડશે.

Related posts

ગુજરાત ઢોર નિયંત્રણ સુધારા વિધેયકના આ કાયદાથી માલધારીને કોઈ પણ પ્રકારનું નુકસાન નહીં થાય, વિચારણા કરાશે : વાઘાણી

aapnugujarat

ફૂલેત્રા ગામ પાસેથી કેમિકલયુક્ત પાણી ભરેલુ ટેન્કર પકડાયું

aapnugujarat

મંત્રી જયદ્રથસિંહ પરમાર દ્વારા વેક્સિનેશન અભિયાનનો પ્રારંભ

editor

Leave a Comment

UA-96247877-1