Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ભાજપે લોકસભા ચૂંટણી માટે સમિતિઓની રચના કરી

ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિત શાહે ચાલુ વર્ષે યોજાનારી લોકસભા ચૂંટણીથી પ્રચાર સંબંધિત સમિતિઓની જાહેરાત કરી દીધી છે.
વર્તમાનમાં દેશના ગૃહ પ્રધાન રાજનાથ સિંહને મેનિફેસ્ટો સમિતિના પ્રમુખ બનાવવામાં આવ્યા છે. તો નાણાંપ્રધાન અરૂણ જેટલીને પ્રચાર-પ્રસાર સમિતિના પ્રમુખ બનાવવામાં આવ્યાં છે. આ સિવાય સામાજિક-સ્વયંસેવી સંગઠન સંપર્ક સમિતિના પ્રમુખ નીતિન ગડકરીને બનાવવામાં આવ્યાં છે.
ભાજપ હાઇકમાન્ડ દ્વારા ૨૦૧૯ની લોકસભા ચૂંટણીને અનુલક્ષીને વિવિધ સમિતિઓની જાહેરાત કરવામાં આવી છે. પરંતુ આ સમિતિઓમાં ગુજરાત ભાજપને બિલકુલ ઓછું પ્રાધાન્ય અપાતા ચર્ચાઓ શરૂ થઇ છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ દ્વારા કુલ ૧૭ જેટલી સમિતિઓ જાહેર કરવામાં આવી છે.
પરંતુ આ ૧૭ સમિતિઓમાં ગુજરાત ભાજપના કુલ મળીને ૪ નેતાઓનો જ સમાવેશ કરાયો છે. ભાજપે જાહેર કરેલી સામાજિક અને સ્વયંસેવી સંગઠન સંપર્ક સમિતિમાં શિક્ષણપ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાનો સમાવેશ કરાયો છે.તો સોશિયલ મીડિયા સમિતિમાં ગુજરાત પ્રદેશ સોશિયલ મીડિયા કન્વીનર પંકજ શુક્લાનો સમાવેશ થયો છે. લાભાર્થી સંપર્ક સમિતિમાં ગુજરાત ભાજપના ઉપાધ્યક્ષ ભાર્ગવ ભટ્ટ સામેલ કરવામાં આવ્યા છે. જ્યારે કે બાઇક રેલી સમિતિમાં ભાજપ પ્રદેશ મંત્રી પ્રદિપસિંહ વાઘેલાનું નામ જાહેર કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અધ્યક્ષ અમિત શાહ બંને ગુજરાતી છે. તેવા સંજોગોમાં લોકસભાની ચૂંટણીલક્ષી સમિતિઓમાં ગુજરાતને વધુ પ્રાધાન્ય મળશે તેવી અપેક્ષા સૌ કોઇને હતી. પરંતુ ગુજરાતમાંથી ગણીને ફક્ત ૪ નેતાઓનો જ સમાવેશ થતાં અનેક તર્ક-વિતર્ક થઇ રહ્યા છે.

Related posts

પાક.ના આતંકવાદી અને દેશના ગદ્દારોનો ખાત્મો કરાશે : મોદી

aapnugujarat

धूमल होंगे बीजेपी के सीएम कैंडिडेट : शाह का ऐलान

aapnugujarat

भारत के मुरीद हुए चीन के मिलिट्री एक्सपर्ट

editor

Leave a Comment

UA-96247877-1