Aapnu Gujarat
બિઝનેસ

સેમસંગની આવક વધી પણ ચાઈનીઝ હરીફોને લીધે નફો ૧૧% ઘટ્યો

સેમસંગ ઇન્ડિયાએ ચીનની હરીફ કંપનીઓ સાથે સ્પર્ધામાં આગળ રહેવા માટે નીચા ભાવે ફોન લોન્ચ કર્યા હોવાથી નાણાકીય વર્ષ ૨૦૧૭-’૧૮માં તેનો નેટ પ્રોફિટ ૧૧ ટકા જેટલો ઘટ્યો હતો, પરંતુ આવક ૧૦ ટકા વધીને ૬૦,૦૦૦ કરોડના આંકને વટાવી ગઈ હતી.
દક્ષિણ કોરિયાની આ મહાકાય કંપનીએ ગયા નાણાકીય વર્ષની વિગતો રજિસ્ટ્રાર ઓફ કંપનીઝમાં જમા કરાવી છે પરંતુ તેના નેટ પ્રોફિટમાં ઘટાડા માટે કોઈ પરિબળ જવાબદાર ગણાવ્યું નથી પરંતુ ઉદ્યોગજગતનાં બે સિનિયર એક્ઝિક્યુટિવ્સના મતે, સેમસંગે શાઓમી, ઓપ્પો, વિવો અને વનપ્લસને સ્પર્ધા આપવા માટે માર્જિન નીચા રાખીને આક્રમક ભાવે સ્માર્ટફોન લોન્ચ કરવા પર ફોકસ કર્યું હોવાથી તેની નફાકારકતા પર અસર પડી હતી.૨૦૧૭-’૧૮માં સેમસંગની કુલ આવક ૬૧,૦૬૫.૬ કરોડ થઈ હતી જે અગાઉના ૨૦૧૬-’૧૭ના વર્ષની ૫૫,૫૧૧.૯ કરોડની આવક કરતાં વધારે છે જ્યારે નેટ પ્રોફિટ ૧૦.૭ ટકા ઘટીને ૩,૭૧૨.૭ કરોડ થયો હતો.
વિશ્વની સૌથી મોટી હેન્ડસેટ ઉત્પાદક ગણાતી સેમસંગે ભારતમાં તેના મોબાઇલ ફોન બિઝનેસમાં સતત વૃદ્ધિ કરી હોવાથી આ બિઝનેસની આવક ૩૭ ટકા વધીને ૩૭,૩૪૯ કરોડ થઈ હતી અને ભારતના સ્માર્ટફોન માર્કેટમાં તેની રેવન્યુ લીડ જળવાઈ રહી હતી. હરીફ શાઓમીએ ૨૦૧૭-’૧૮માં ૨૨,૯૪૭ કરોડની આવક નોંધાવી હતી જ્યારે ઓપ્પો મોબાઇલ્સ ઇન્ડિયાએ ૧૧,૯૯૪ કરોડ અને વિવો મોબાઇલ ઇન્ડિયાએ ૧૧,૧૭૯ કરોડની આવક નોંધાવી હતી. એપલ ઇન્ડિયાની ૨૦૧૭-’૧૮ની આવક ૧૩,૦૯૭ કરોડ હતી. ગયા નાણાકીય વર્ષમાં સેમસંગને મોબાઇલ બિઝનેસમાંથી થતો ચોખ્ખો નફો ૩,૪૭૪.૧ કરોડથી ઘટીને ૩,૪૧૫.૯ કરોડ થયો હતો છતાં તે ભારતમાં સૌથી વધુ નફો કરતી કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ અને સ્માર્ટફોન કંપની તરીકે યથાવત્‌ સ્થાને રહી હતી. શાઓમી, સોની અને હુઆવી જેવી હરીફ કંપનીઓ નફો કરે છે પરંતુ આ તમામ કંપની સેમસંગ કરતાં ઘણી પાછળ છે જ્યારે ઓપ્પો અને વિવો તો ખોટ કરે છે. જોકે, સેમસંગનો ટીવી બિઝનેસ ગયા નાણાકીય વર્ષમાં ઘટ્યો હતો અને તેનું વેચાણ ૩ ટકા ઘટીને ૪,૫૧૨ કરોડ થયું હતું, પરંતુ ગ્રોસ પ્રોફિટ ૮૮ ટકા વધીને ૨૨૨ કરોડ થયો હતો.

Related posts

चीन को 4 हजार करोड़ का झटका

editor

जंगी वेतन वृद्धि पर आईटी कर्मियों के दो संगठन नाराज

aapnugujarat

RBI Dy Governor Viral Acharya resigns

aapnugujarat

Leave a Comment

UA-96247877-1