Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

કોંગ્રેસને રાષ્ટ્રગીત ન આવડતું હોય તો અમે શીખવાડી દઈએ : શિવરાજસિંહ ચૌહાણ

મધ્યપ્રદેશના સચિવાલયમાં લાંબા સમયથી ચાલી રહેલી એક પરંપરામાં અચાનકથી ફેરફાર કરી દેવામાં આવ્યો છે. પરંપરા એવી હતી કે મહિનાનો પહેલા દિવસ હોય એટલે રાષ્ટ્રીગીત ગાવામાં આવે. પરંતુ નવા વર્ષમાં પહેલી તારીખે મધ્યપ્રદેશના સચિવાલયમાં રાષ્ટ્રગીત સાંભળવા નહીં મળતા ઘણા બધા સવાલો ઉભા થઈ ગયા છે. કમલનાથે આ બાબત પર કહ્યું કે ‘દર મહિનાની પહેલી તારીખે મંત્રાલયમાં વંદેમાતરમ ગીત ગાવવાની પ્રથા હાલ બંધ કરી છે જેના પર કમલનાથ સરકારના એક મંત્રીએ જણાવ્યું કે, હવે દર મહિનાની પહેલી તારીખે રાષ્ટ્રગીત ગાવામાં નહીં આવે કારણકે ખુદ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથે જ મંત્રાલયને દર મહિનાની શરૂઆતમાં વંદેમાતરમ ગીત ગાવાની પરંપરાને હાલ પૂરતી બંઘ કરવાનો નિર્ણય લીધો છે. કમલનાથના આ ફેરફારથી પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે નારાજગી વ્યક્ત કરી છે.
ટિ્‌વટર પર શિવરાજસિંહ ચૌહાણે કોંગ્રેસ પર બરાબર પ્રહાર કર્યા. તેમણે ટિ્‌વટર પર કટાક્ષ કરતા કહ્યું કે, ‘જો કોંગ્રેસને રાષ્ટ્રગીત ન આવડતું હોય અથવા રાષ્ટ્રગીત ગાવામાં શરમ આવતી હોય તો મને જણાવો. દર મહિનાની પહેલી તારીખે વલ્લભ ભવનના આંગણામાં જનતા માટે હું વંદેમાતરમ ગીત ગાઈશ, મને તે ગાવામાં જરા પણ શરમ નહીં આવે.

Related posts

ફેમિલી પ્લાનિંગને કારણે હિંદુઓ ઘટ્યા : પ્રજ્ઞા ઠાકુર

editor

મહાગઠબંધન પર શિવરાજ સિંહનો કટાક્ષ કહ્યું- આ વરરાજા વગરનો ઘોડો, ક્યાં સુધી જશે તે નક્કી નહીં

aapnugujarat

Once-in-40-years Athivaradar festival begans at in Kanchipuram in Tamilnadu

aapnugujarat

Leave a Comment

UA-96247877-1