Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

મૌસમી ચેટરજી બીજેપીમાં સામેલ

લોકસભા ચૂંટણી પહેલા ફિલ્મ અભિનેત્રી મૌસમી ચેટરજીએ બીજેપીનો હાથ પકડી લીધો છે. બીજેપીના રાષ્ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીની હાજરીમાં તેમણે બીજેપીની સભ્યતા ગ્રહણ કરી. પાર્ટીમાં સામેલ થયા પહેલા મૌસમી ચેટરજીએ બીજેપીના કેટલાક મોટા નેતાઓ સાથે મુલાકાત કરી.તમને જણાવી દઈએ કે, ૨૬ એપ્રિલ, ૧૯૪૮માં કોલકાતામાં જન્મેલી મૌસમી ચેટરજી ૨૦૦૪ બાદ સક્રિય રાજનીતિમાં વાપસી કરી રહી છે. ૨૦૦૪માં મૌસમી ચેટરજીએ કોંગ્રેસ તરફથી ચૂંટણી લડી હતી.મૌસમી ચેટરજી છેલ્લે વર્ષ ૨૦૧૫માં અમિતાભ બચ્ચન સાથે ફિલ્મ પિકુમાં જોવા મળી હતી. બોલિવુડ સિવાય બંગાળી સિનેમાની કેટલીએ હીટ ફિલ્મોમાં પણ તે કામ કરી ચુકી છે.

Related posts

સમગ્ર ઉત્તર ભારત કાતિલ ઠંડીના સકંજામાં : મૃતાંક વધી ૧૨૫ થયો

aapnugujarat

કોલ્હાપુરની પ્રસિદ્ધ મહાલક્ષ્મી દેવીને સાડીને જગ્યાએ ઘાઘરા-ચોલી પહેરાવતા ભક્તો ભડક્યા

aapnugujarat

પૂર્વ કેન્દ્રીય મંત્રી અને દિગ્ગજ કોંગ્રેસ નેતા કેપ્ટન સતીશ શર્માનુ નિધન

editor

Leave a Comment

UA-96247877-1