Aapnu Gujarat
રાષ્ટ્રીય

પૂર્વ કેન્દ્રીય મંત્રી અને દિગ્ગજ કોંગ્રેસ નેતા કેપ્ટન સતીશ શર્માનુ નિધન

પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા કેપ્ટન સતીષ શર્માનુ ગોવામાં નિધન થઈ ગયુ. સતીશ શર્મા ૭૩ વર્ષના હતા. ૭૩ વર્ષીય કેપ્ટન સતીશ શર્મા પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીની ખૂબ જ નજીક ગણાતા હતા. સતીશ શર્મા લાંબા સમયથી રાયબરેલી અને અમેઠીથી સાંસદ રહી ચૂક્યા હતા. કેપ્ટન સતીશ શર્મા કેન્દ્ર સરકારમાં પેટ્રોલિયમ મંત્રી રહી ચૂક્યા હતા. જિતિન પ્રસાદ, રણદીપ સિંહ સુરજેવાલા અને અલ્કા લાંબા સહિત ઘણા કોંગ્રેસ નેતાએ સતીશ શર્માના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. કેપ્ટન સતીશ શર્માના પરિવાર તરફથી જણાવવામાં આવ્યુ છે કે સતીશ શર્માનુ નિધન બુધવારે રાતે ૮ વાગે થયુ.
સતીશ શર્માનો જન્મ ૧૧ ઓક્ટોબર, ૧૯૪૭ના રોજ તેલંગાનાના સિકંદરાબાદમાં થયો હતો. તેમણે પોતાનો અભ્યાસ દહેરાદૂનથી કર્યો હતો. સતીશ શર્મા વ્યવસાયે એક પાયલટ હતા. તેમણે ૧૯૯૧માં પહેલી વાર અમેઠી લોકસભા સીટથી કોંગ્રેસની ટિકિટથી ચૂંટણી લડી અને જીતીને સાંસદ બન્યા. સતીશ શર્મા જાન્યુઆરી ૧૯૯૩થી ડિસેમ્બર ૧૯૯૬ સુધી કેન્દ્રીય પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રીના પદ પણ રહ્યા.

Related posts

सिटिजंस का पहला ड्राफ्ट जारी होने के बाद असम में तनाव

aapnugujarat

રાહુલ ગાંધીનો મેઘાલય પ્રવાસ રદ્દ

aapnugujarat

છેડતી કેસમાં વિકાસ બરાલાને પાંચ મહિના બાદ જામીન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1