Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

મોદી કેર સ્કીમ ગેમ ચેન્જર તરીકે સાબિત થઇ : જેટલી

મોદી કેર અથવા તો આયુષ્યમાન ભારત યોજના ગેમ ચેન્જર તરીકે સાબિત થઇ રહી છે. તેના લોંચના ૧૦૦ દિવસની અંદર જ આરોગ્ય સુધારના ક્ષેત્રમાં આ સ્કીમ અસરકારક સાબિત થઇ રહી છે. આ અંગે માહિતી આપતા નાણામંત્રી અરુણ જેટલીએ કહ્યું છે કે, કુલ ૬.૮૫ લાખ લોકોને આ સ્કીમ હેઠળ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી છે. આ યોજના લોંચ કરવામાં આવ્યા બાદથી દરરોજ ૫૦૦૦થી પણ વધુના ક્લેઇમનો નિકાલ લાવવામાં આવ્યો છે. ૨૩મી સપ્ટેમ્બરના દિવસે આયુષ્યમાન ભારત યોજના ગયા વર્ષે દેશમાં એક સાથે લોંચ કરવામાં આવી હતી. નબળા વર્ગના મોટી સંખ્યામાં લોકો જે અગાઉ હોસ્પિટલમાં સારવાર લેવાનું ટાળતા હતા તે લોકો હવે સારવાર લેવા પહોંચી રહ્યા છે. ૪૦ ટકા જેટલા ભારતના સૌથી ગરીબ લોકો સારવાર લઇ ચુક્યા છે. તેમના પોતાના કોઇપણ પ્રકારના ખર્ચ વગર આ ગરીબ લોકોને સારવાર આપવામાં આવી છે. આયુષ્યમાન ભારતના ૧૦૦ દિવસ ટાઇટલ સાથે અરુણ જેટલીએ કહ્યું છે કે, આ સ્કીમ ખુબ અસરકારક સાબિત થઇ રહી છે. આગામી દિવસોમાં પણ વધુ લાભ લોકો લઇ શકશે.

Related posts

MBBSવાળા ડોક્ટરીની પ્રેક્ટિસ કરી શકશે જ નહીં

aapnugujarat

કોંગ્રેસ ચિંતિન શિબિરની બહાર સચિન પાયલટના બેનર હટાવવામાં આવ્યા

aapnugujarat

‘પાક. પર હુમલો કરવા માટે સેનામાં મુસ્લિમ રેજિમેન્ટ બનાવવામાં આવે’

aapnugujarat

Leave a Comment

UA-96247877-1