Aapnu Gujarat
રાષ્ટ્રીય

કોંગ્રેસ ચિંતિન શિબિરની બહાર સચિન પાયલટના બેનર હટાવવામાં આવ્યા

રાજસ્થાનના ઉદયપુરમાં કોંગ્રેસના ચિંતન શિબિરની બહારથી કોંગ્રેસ નેતા સચિન પાયલટનો ફોટો હટાવી દેવામાં આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે ઉદયપુર મ્યુનિસિપલ કોર્પોરેશને પાયલટનો ફોટો, પોસ્ટર અને બેનર હટાવી દીધા છે. સચિનના સમર્થકોએ કેમ્પની બહાર તેમના પોસ્ટર, બેનરો અને ફોટોગ્રાફ્સ લગાવ્યા હતા. બીજી તરફ સચિન પાયલટના સમર્થકોએ ઉદયપુર મ્યુનિસિપલ કોર્પોરેશનની આ કાર્યવાહીનો વિરોધ કર્યો છે.
આ શિબિરમાં આવનારા રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની રણનીતિ તૈયાર કરવામાં આવશે. કોંગ્રેસનું ચિંતન શિવર એવા સમયે થઈ રહ્યું છે જ્યારે પાર્ટીએ આગળના રાજકીય પડકારોનો સામનો કરવા અને ૨૦૨૪ની લોકસભા ચૂંટણી માટે વ્યૂહરચના તૈયાર કરવા માટે એક સમિતિની રચના કરવાની જાહેરાત કરી છે. ચિંતન શિબિરમાં દેશભરમાંથી કોંગ્રેસના મોટા નેતાઓ સામેલ થશે, અહીં પાર્ટીના આંતરિક મુદ્દાઓ પર ચર્ચા થશે, સાથે જ સંગઠનને મજબૂત કરવા માટેના પગલાઓ પર પણ વિચારણા કરવામાં આવશે.
સોનિયા ગાંધીએ ચિંતન શિબિર દરમિયાન રાજકીય અને સંગઠનાત્મક મહત્વ, સામાજિક ન્યાય, અર્થતંત્ર, ખેડૂતો અને યુવાનોના મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે ૬ પેનલની પણ રચના કરી છે. આ શિબિરમાં મલ્લિકાર્જુન ખડગે રાજકીય મુદ્દાઓ પર પેનલનું નેતૃત્વ કરશે, જ્યારે ભૂપિન્દર સિંહ હુડ્ડા કૃષિ અને ખેડૂતોની સમિતિનું નેતૃત્વ કરશે. મુકુલ વાસનિક સંસ્થાકીય બાબતોની સંકલન પેનલનું નેતૃત્વ કરશે. સોનિયા ગાંધીએ જી ૨૩ના તમામ નેતાઓને આ પેનલમાં સામેલ કર્યા છે, જેઓ સતત કોંગ્રેસમાં નેતૃત્વ બદલવાની માંગ કરી રહ્યા છે.

Related posts

કેજરીવાલની સીબીએસઈ પરીક્ષા રદ કરવા અપીલ

editor

લોકપાલની નિયુક્તિની માંગણી સાથે રાલેગણ સિદ્ધિમાં અણ્ણા હજારેનાં અનશનનો પ્રારંભ

aapnugujarat

इतिहास के अपने ज्ञान पर मंथन करें गृह मंत्री : मनीष तिवारी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1