Aapnu Gujarat
રમતગમત

જસપ્રીત બુમરાહે મને ખોટો સાબિત કર્યો : કપિલ દેવ

મેલબર્ન ટેસ્ટના હીરો જસપ્રીત બુમરાહે પોતાની શાનદાર બોલિંગની મદદથી એક વર્ષમાં ભારતનો સ્પેશિયલ બોલર બની ગયો છે. ભારતના પૂર્વ કેપ્ટન કપિલે બુમરાહના ફોર્મને જોતાં કહ્યું કે, તેણે મને ખોટો સાબિત કર્યો છે. મેં જ્યારે પ્રથમ વાર બુમરાહની બોલિંગ એક્શન જોઈ ત્યારે વિચાર્યું કે, તે આ એક્શન સાથે વધુ સફળ નહીં થાય પરંતુ તેણે પોતાના શાનદાર પ્રદર્શનથી મને ખોટો સાબિત કર્યો હતો. બુમરાહ નવા અને જૂના બોલથી ઘણો સારો દેખાવ કરી રહ્યો છે, તે બાઉન્સર પણ સારો નાખે છે. તે જાણે છે કે, બોલ ક્યાં પડશે અને પોતાની રણનીતિને સારી રીતે લાગુ કરે છે. કપિલે કહ્યું કે, બુમરાહની જેમ શ્રીનાથ પણ ઓછા સમયમાં છવાઈ ગયો હતો. ઝહીરે કેટલોક સમય લીધો હતો.
ઝડપી બોલીંગની એ ખાસિયત છે કે જ્યારે તમે સારૂ કરો છો ટીમ માટે મહત્વની કડી સાબિત થવા લાગો છો. તમને ઈજા પરેશાન કરી શકે છે મોહમ્મદ શામી જેવા ખેલાડી ઈજાના કારણે શાનદાર અંદાજમાં વાપસી કરે છે.

Related posts

Gayle will be retiring from international cricket at end of home series with India in August

aapnugujarat

लखनऊ में राष्ट्रीय ताइक्वाण्डो चैंपियनशिप में 700 खिलाड़ी जुटेंगे

aapnugujarat

विराट ने आईसीसी टेस्ट रैंकिंग में दूसरा स्थान हासिल किया

aapnugujarat

Leave a Comment

UA-96247877-1