Aapnu Gujarat
ગુજરાત

ટેકાનાં ભાવની ખરીદી ૩૦ જાન્યુઆરી સુધી પુરી કરવા સીએમનું ફરમાન

રૂપાણી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આગામી તા.૩૦ જાન્યુઆરી સુધીમાં સમગ્ર રાજ્યમાં મગફળી સહિતના પાકોની ટેકાના ભાવે ખરીદીની પ્રક્રિયા પૂરવઠા વિભાગ, કૃષિ વિભાગ અને જિલ્લાતંત્રો સાથે મળીને પૂર્ણ કરે તેવી સૂચનાઓ આપી છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં ઓનલાઇન એન.એ.ની સંપૂર્ણ પ્રક્રિયા ૮ થી ૧૦ દિવસમાં પૂર્ણ કરી મંજૂરી પત્રો આપી દેવાય તેવી કાર્યપધ્ધતિ સુનિશ્ચિત કરવા જિલ્લા કલેકટરોને તાકિદ કરી છે. આ સંદર્ભમાં તેમણે જિલ્લા કલેકટરોને સ્પષ્ટપણે જણાવ્યું કે ઓનલાઇન એન.એ.નો ઐતિહાસિક નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે તે મહત્વપૂર્ણ રિવોલ્યુશન – ક્રાંતિકારી બની રહ્યો છે. હવે હરેક જિલ્લા કલેકટરો પ્રો-એકટીવ બનીને આ આખીય સીસ્ટમ સ્મૂધ બને તથા અરજીઓનું ઓછામાં ઓછું રિજેકશન થાય તે તરફ ધ્યાન કેન્દ્રીત કરે તે આવશ્યક છે.
મહેસૂલ મંત્રી કૌશિક પટેલ, મુખ્ય સચિવ ડૉ. જે.એન. સિંહ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ શ્રી કૈલાસનાથન, અગ્ર સચિવ એમ. કે. દાસ સહિત સંબંધિત વિભાગોના સચિવો આ સમીક્ષા વેળાએ જોડાયા હતા. વિજય રૂપાણીએ તમામ જિલ્લા કલેકટરો વચ્ચે આ એન.એ. ઓનલાઇન ઝડપી નિકાલની સ્પર્ધા થાય તેવું વાતાવરણ બનાવી પેન્ડન્સી લેવલ ઝડપથી નીચું આવે તે માટે પ્રેરક આહવાન પણ કર્યુ હતું.
વિજય રૂપાણીએ રાજ્યના ૯૬ અસરગ્રસ્ત તાલુકાના ખેડૂતોને ઇનપૂટ સબસીડી માટેની પ્રક્રિયામાં ગતિ લાવવા સૂચવતાં કહ્યું કે, આગામી તા. પ જાન્યુઆરી પહેલાં આવી સબસિડીના ફોર્મ એકત્ર કરી લેવાય અને રાજ્ય સરકારે તાજેતરમાં જાહેર કરેલા હેકટર દિઠ સહાયના ધોરણે ચૂકવણીની પ્રક્રિયા પણ ઝડપી બનાવીએ. તા. ૩ જાન્યુઆરીથી રાજ્યવ્યાપી ગરીબ કલ્યાણ મેળાનો પ્રારંભ થઇ રહ્યો છે તે સંદર્ભમાં જિલ્લા કલેકટરોને લાભાર્થીઓની યાદી અને સહાય-સાધન વિતરણ વ્યવસ્થા સંપૂર્ણ પારદર્શીતાથી ગોઠવવા અંગે માર્ગદર્શન આપ્યું હતું.

Related posts

अब आरटीओ इंस्पेक्टर भी तुरंत देंगे ई-मेमो

aapnugujarat

કડી ભાગ્યોદય જનરલ હોસ્પિટલમાં ૪૦ પીપીઈ કિટ અપાઈ

editor

પ્રત્યેક તાલુકાઓમાં સરકારી કોલેજ કાર્યરત કરવા પ્રયાસ : ભુપેન્દ્રસિંહ ચુડાસમા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1