Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

સિલિન્ડરની કિંમતમાં ૫.૯૧ રૂપિયાનો ઘટાડો

એલપીજીની કિંમતમાં ઘટાડો કરવામાં આવતા સામાન્ય લોકોને ચોક્કસપણે નવા વર્ષમાં રાહત મળશે. આજે વર્ષ ૨૦૧૮ના અંતિમ દિવસે સબસિડીવાળા એલપીજી સિલિન્ડરની કિંમતમાં ૫.૯૧ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. આવી જ રીતે બિનસબસિડીવાળા ગેસ સિલિન્ડરની કિંમતમાં ૧૨૦ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. ફ્યુઅલની કિંમતમાં ઘટાડો થવાના લીધે ટેક્સ ઉપર અસર થતાં સતત બીજા મહિનામાં એલપીજી કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો છે. ફ્યુઅલ રિટેલર ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશને કહ્યું છે કે, ૧૪.૨ કિલોગ્રામના સબસિડીવાળા સિલિન્ડરની કિંમતમાં ઉથલપાથલ જોવા મળી રહી છે. એલપીજી સિલિન્ડર સતત બીજી વખત સસ્તો થતાં રાહત થઇ છે. પહેલી ડિસેમ્બરના દિવસે સબસિડીવાળા સિલિન્ડરની કિંમત ૬.૫૨ રૂપિયા ઓછી થઇ ગઇ હતી. જૂનથી સતત છ મહિના સુધી રેટમાં વધારો થયા બાદ ઘટાડો થયો છે. આઈઓસીનું કહેવું છે કે, સબસિડી વગરના અથવા તો બજાર દર પર મળનાર એલપીજી સિલિન્ડરની કિંમત ૧૨૦ રૂપિયા ઘટી ગઈ છે. આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમતોના આધાર પર ફેરફાર થઇ રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, તેલ કિંમતોમાં પણ ઘટાડો જારી છે જેના ભાગરુપે પેટ્રોલ અને ડિઝલની કિંમતમાં ઘટાડાનો દોર વર્ષ ૨૦૧૮ના અંતિમ દિવસે પણ જારી રહ્યો હતો. આજે પેટ્રોલની કિંમત વર્ષ ૨૦૧૮ની સૌથી નીચી સપાટીએ પહોંચી હતી. તેલ કિંમતોમાં હજુ પણ ઘટાડો થઇ શકે છે. ભારત તેની તેલની જરૂરીયાત પૈકી ૮૦ ટકા જરૂરિયાત આયાતથી પૂર્ણ કરે છે. તેલ કિંમતો આગામી દિવસોમાં વધુ ઘટે તેવા સંકેત મળી રહ્યા છે. છેલ્લા થોડાક દિવસના ગાળામાં જ ડોલર સામે રૂપિયામાં ત્રણ ટકાથી વધુનો ઘટાડો નોંધાઈ ચુક્યો છે. તેલ કિંમતોને સંવેદનશીલ ગણવામાં આવે છે.

Related posts

સરકારે આરબીઆઈ પાસેથી ૧૩૦ અબજ વધારાના નાણાંની કરેલી માંગ

aapnugujarat

कोरोना संकट: पंजाब में 1 दिसंबर से नाइट कर्फ्यू का ऐलान

editor

સેંસેક્સ ૩૭૯ પોઇન્ટ ઉછળીને બંધ રહ્યો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1