Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

સરકારે આરબીઆઈ પાસેથી ૧૩૦ અબજ વધારાના નાણાંની કરેલી માંગ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપ સરકારે આરબીઆઈ પાસેથી ૧૩૦ અબજ રૂપિયાના વધારાના ડિવિડંડની માંગણી કરી છે. ઓગસ્ટ મહિનામાં આરબીઆઈએ જૂન ૨૦૧૭માં પુરા થયેલા નાણાંકીય વર્ષ માટે ૩૦૬.૫૯ અબજ રૂપિયાના ડિવિડંડની ચુકવણી કરી હતી. સરકારે આજે કહ્યું હતું કે, તેના દ્વારા ૧૩૦ અબજ રૂપિયાની આરબીઆઈ પાસેથી માંગ કરવામાં આવી છે. આર્થિક બાબતોના સેક્રેટરી સુભાષ ગર્ગે કહ્યું છે કે, સરકાર દ્વારા આ મહિને રિઝર્વ બેંક પાસેથી વધારે ડિવિડંડની અપેક્ષા રાખવામાં આવી રહી છે. ઓગસ્ટ મહિનામાં જંગી નાણાં ચુકવવામાં આવ્યા હત. વર્ષ ૨૦૧૫-૧૬માં ચુકવવામાં આવેલા ૬૫૮.૭૬ અબજ રૂપિયા કરતા અડધી રકમ એટલે કે ૩૦૬.૫૯ અબજ રૂપિયાની ચુકવણી કરવામાં આવી હતી. લોકસભામાં લેખિત પ્રશ્નના જવાબમાં નાણાં રાજ્યમંત્રી રાધાકૃષ્ણને આજે કહ્યું હતું કે, સરકારે આરબીઆઈ દ્વારા ટ્રાન્સફર થઇ શકે તે રીતે ૧૩૦ અબજ રૂપિયા વધારાની માંગણી કરી છે. તેમણે ઉમેર્યું હતું કે, વધારાના ફંડ તરીકે આ માંગ કરવામાં આવી છે. માલેગમ કમિટિની ભલામણના આધાર પર આ માંગ કરવામાં આવી છે. સરકાર ફિસ્કલ ડેફિસિટના અંતરને ભરવા માટે મુશ્કેલી અનુભવી રહી છે. ફિસ્કલ ડેફિસિટનો આંકડો વર્તમાન નાણાંકીય વર્ષમાં જીડીપીના ૩.૫ ટકા સુધી છે. ૩.૨ ટકાના બજેટ અંદાજની સામે વર્તમાન નાણાંકીય વર્ષમાં જીડીપીના ૩.૫ ટકાની સામે આ આંકડો રહેલો છે. આરબીઆઈ એક્ટ ૧૯૩૪ હેઠળ રિઝર્વ બેંકને તેના સરપ્લસની સરકારને ચુકવણી કરવાની હોય છે. બેડ અને ડાઉડફુલ દેવા માટેની જોગવાઈ કર્યા બાદ વધારાના નાણાં સરકારને આપવાની જરૂર હોય છે. સરકાર દ્વારા આજે વિગતવાર માહિતી અપાઈ હતી.

Related posts

DRDO drone crashes at farm in K’taka’s Chitradurga dist , no casualties

aapnugujarat

सरायकेला माॅब लिंचिंग मामला : जांच के लिए SIT का गठन

aapnugujarat

રાષ્ટ્રગીત વગાડવા સંદર્ભે ચુકાદામાં સુધારો થઇ શકે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1