Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

આવતા ત્રણ મહિનામાં ૮૦ ટકા ગંગા સાફ થઈ જશે! : ગડકરી

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ક્લીન ગંગા મિશન અંગે દાવો કર્યો છે કે આવતા ત્રણ મહિનામાં ગંગા ૮૦ ટકા સાફ થઈ જશે. તેમણે એમ પણ કહ્યું કે વર્ષ ૨૦૨૦ના માર્ચ મહિના સુધી ગંગા આખી સાફ થઈ જશે.
ગડકરીએ સોમવારે નવી દિલ્હીમાં યોજાયેલા નમામિ ગંગે કાર્યક્રમ હેઠળ દિલ્હીમાં યમુનાની સફાઈ માટે ૧૧ પ્રોજેક્ટોનું ખાતમુહૂર્ત કર્યું હતું. યાદ રહે કે આ પહેલાં જળ સંસાધન મંત્રી રહેલા ઉમા ભારતીએ વર્ષ ૨૦૧૮ને ગંગાની સફાઈ માટે ડેડલાઇન રાખી હતી. પરંતુ બરાબર કામ ન થતાં નેશનલ ગ્રીન ટ્રિબ્યૂને તેને આ વર્ષે પાછી ખેંચી લીધી હતી. ટ્રિબ્યૂને કહ્યું હતું કે, હરિદ્વાર અને ઉન્નાવની વચ્ચે જ્યાં પણ ગંગા છે, ત્યાંનું પાણી પીવા લાયક પણ નથી અને નહાવા લાયક પણ નથી.
કોર્ટે સબંધિત ઓથોરિટીને અહીં સ્વાસ્થ્ય અંગે ચેતવણી આપવા કહ્યું હતું.યાદ રહે કે સરકાર વર્ષ ૨૦૧૯ પહેલાં સફાઈ કરવાનું લક્ષ્ય રાખીને ચાલી રહી છે. આ પહેલાં સરકારે સંસદની એક સમિતિને જણાવ્યું હતું કે ગંગાની સફાઈ સાથે જોડાયેલા નમામિ ગંગે કાર્યક્રમ હેઠળ પરિયોજનાઓને પૂરો કરવાની સમય મર્યાદા ડિસેમ્બર ૨૦૨૧ સુધી રખાઈ છે.ન્યૂઝ ૧૮ના હેવાલ મુજબ ગડકરીએ હવે ૨૦૨૦ સુધી એ લક્ષ્ય હાંસલ કરવા અંગે આત્મવિશ્વાસ દેખાડયો છે. ગંગાની સફાઈ માટે તેના પર ૨૬૦૦૦ કરોડ ખર્ચ કરાઈ રહ્યો છે.યાદ રહે કે આ વર્ષે જુલાઈમાં કેન્દ્ર સરકારે જુલાઈમાં સંસદને જાણકારી આપી હતી કે ૨૦૧૪થી અત્યાર સુધીમાં ગંગાની સફાઈ પર ૩,૮૬૭ કરોડ રૂપિયા ખર્ચાઈ ચૂક્યા છે.

Related posts

અમે સમજી વિચારીને વેક્સીનેશન પોલિસી બનાવી છે, અમારા પર ભરોસો કરો : સરકારનો સુપ્રિમમાં જ્વાબ

editor

કોંગ્રેસના વિજયી પંજાથી હિમાચલમાં કમળ કરમાયું

aapnugujarat

भाजपा राज में दलित-आदिवासियों का शोषण बढ़ा : कांग्रेस

aapnugujarat

Leave a Comment

UA-96247877-1