Aapnu Gujarat
રાષ્ટ્રીય

અમે સમજી વિચારીને વેક્સીનેશન પોલિસી બનાવી છે, અમારા પર ભરોસો કરો : સરકારનો સુપ્રિમમાં જ્વાબ

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે સુપ્રીમ કોર્ટમાં વેક્સીનેશન પૉલિસીને લઈ સોગંધનામું દાખલ કરી જવાબ આપ્યો છે. આ સોગંધનામામાં કેન્દ્ર સરકારે વેક્સીન પૉલિસીને લઈ સુપ્રીમ કોર્ટને કહ્યું કે તમે અમારા પર વિશ્વાસ કરો, આ મામલે કોર્ટે દખલગીરી કરવાની જરૂરત નથી. દેશમાં રસિકરણ અભિયાન માટે અમે બહુ સમજી વિચારીને વેક્સીનેશન પોલિસી બનાવી છે. વેક્સીનેશન નીતિનો બચાવ કરતાં કેન્દ્રએ કહ્યું કે આ મામલે કોર્ટે હસ્તક્ષેપ કરવાની જરૂરત નથી.
કેન્દ્રએ આગળ કહ્યું કે મહામારી પોતાની ચરમ સીમા પર છે, એવામાં બધાનું વેક્સીનેશન એકસાથે ના થઈ શકે, અમારી પાસે વેક્સીનની સીમિત માત્રા ઉપલબ્ધ છે. પરંતુ છતાં પણ અમારી નીતિ છે કે દેશના તમામ નાગરિકોને સમાન રૂપે વેક્સીન મળે. બધાને સમાન રૂપે વેક્સીનેટ કઈ રીતે કરી શકાય, તેની કિંમત શું હશે… આ બધી વાતો પર ઊંડા ચિંતન-વિચાર બાદ જ અમે વેક્સીનેશન પોલિસી બનાવી છે. આ નીતિ ન્યાયસંગત છે, કોઈ સાથે અમે ભેદભાવ નથી કર્યો અને કરશું પણ નહિ.
ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં ૨૦૦ પાનાનું સોગંધનામું દાખલ કર્યું હતું. જેમાં કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે કેન્દ્ર સરકાર દ્વારા બનાવવામાં આવેલી કોવિડ ૧૦ વેક્સીન માટે નવી ઉદારીકૃત મૂલ્ય નીતિ વેક્સીન કકવરેજને વધારવા માટે, વેક્સીન નિર્માતા કંપનીઓના પ્રોડક્શન તેજીથી વધારવા માટે અને નવી વેક્સીન નિર્માતા કંપનીઓને આકર્ષિત કરવા માટે છે.
સુપ્રીમ કોર્ટે સવાલ કર્યો હતો કેન્દ્ર સરકારને કોરોના વેક્સીન સસ્તી મળી રહી છે જ્યારે રાજ્ય સરકારને મોંઘી કેમ મળી રહી છે? આ સવાલનો જવાબ આપતાં કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને કહ્યું કે ૧૮થી ૪૪ વર્ષના લોકોને વેક્સીનેટ કરવાની મંજૂરી રાજ્યના અનુરોધ પર જ આપવામાં આવી છે. કેન્દ્રએ વેક્સીન નિર્માતા કંપનીઓને એક સમાન રૂપે તમામ રાજ્યોને વેક્સીન આપૂર્તિ માટે રાજી કરી છે. એક રાજ્યએ વધુ પૈસા આપવા પડી રહ્યા હોય અને બીજા રાજ્યએ ઓછા આપવા પડી રહ્યા હોય તેવું નથી.
કેન્દ્ર સરકારે કહ્યું કે, અમને વેક્સીન થોડી સસ્તી એટલા માટે મળી રહી છે કેમ કે અમે વેક્સીન નિર્માતા કંપનીઓને વધુ ઓર્ડર આપ્યા છે અને કંપનીને ડિપોઝિટ તરીકે થોડી રકમ પણ આપી છે.
વધુમાં કેન્દ્ર સરકારે કહ્યું કે રાજ્યોને જે વેક્સીન ક્વૉટા અલોટ થશે, તેમાંથી ૫૦ ટકા વેક્સીન ખાનગી કંપનીઓ અથવા ખાનગી હોસ્પિટલને આપવાની થશે. કિંમત ચૂકવી શકે છે તે લોકો પ્રાઈવેટ હોસ્પિટલમાં વેક્સીન લેશે. આનાથી રાજ્ય સરકાર પર બોજાે ઘટશે.

Related posts

પોસ્ટરો વોર અંગે કુમાર વિશ્વાસે કહ્યું યજ્ઞ છે તો રાક્ષસો આવશે જ

aapnugujarat

अब छापेमारी नहीं, सीधे कार्रवाई करेगा इनकम टैक्स विभाग

aapnugujarat

આયેગા તો મોદી હી : મોટાભાગે એક્ઝિટ પોલમાં ઘટસ્ફોટ કરાયો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1