Aapnu Gujarat
મનોરંજન

પૂર્વ મનમોહન સિંહ પર બનેલી ફિલ્મ પર બબાલ, અનુપમે કહ્યું- ‘બીજે હોત તો ઓસ્કરમાં જાત’

અભિનેતા અનુપમ ખેરની ફિલ્મ ધ એકસીડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટરના ટ્રેલર રિલીઝ થયા બાદ હવે આ વિવાદ શરૂ થઇ ગયો છે. પૂર્વ પીએમ મનમોહન સિંહના રાજનૈતિક કરિયર પર બેસ્ડ મૂવી લાંબા સમયથી ચર્ચામાં રહી છે. અનુપમ ખેરે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, મનમોહન સિંહની જેમ નકલ કરવા માટે મેં પુસ્તકો વાંચ્યા. મેં પહેલી ફિલ્મમાં ૨૮ વર્ષની ઉંમરમાં ૬૫ વર્ષના વૃદ્ધનો રોલ કર્યો છે.
યૂથ કોંગ્રેસના લીડરે આ વખતે એક પત્ર લખ્યો, પરંતુ પહેલા મેં ઈગ્નોર કર્યો હતો. અમે ખુબ જ કરેક્ટ કાર્યપ્રણાલી બનાવી છે. અમે ફિલ્મ સેન્સર બોર્ડને દેખાડી અને ત્યાંથી લીલી ઝંડી મળી હતી. એટલા માટે ફિલ્મને કોઇ બીજાને દેખાડવાનો કોઇ મતલબ જ નથી.વધુમાં અનુપમ ખેરે કહ્યું કે, ૫૧૫ ફિલ્મો અને ૩૫ વર્ષના કરિયરમાં હું સૌથી કઠિન ફિલ્મ છે. આ ફિલ્મ ઓસ્કર માટે થવી જોઇએ, પરંતુ તેના પર વિવાદ શરૂ થઇ ગયો છે. આજથી ૨૫ વર્ષ બાદ જ્યારે ફિલ્મોનો ઇતિહાસ લખવામાં આવશે ત્યારે આ ફિલ્મનું નામ પહેલા લેવામાં આવશે.
તમને જણાવી દઇએ કે, મહારાષ્ટ્ર યૂથ કોંગ્રેસે ફિલ્મને લઇને ચેતવણી આપી છે કે રિલીઝ પહેલા આ ફિલ્મ દેખાડવામાં આવે. સંગઠનના અધ્યક્ષ સત્યજીત તાંબેનું કહેવું છે કે ફિલ્મથી વિવાદિત સીનને હટાવવામાં આવે. જો એવું ના થયું તો યૂથ કોંગ્રેસ દેશમાં ક્યાય પણ ફિલ્મને પ્રદર્શન થવા નહીં દઇએ.આ ફિલ્મ, સંજય બારૂના પુસ્તક ‘ધ એકસીડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર’ પર આધારિત છે. આ ફિલ્મ ૧૧ જાન્યુઆરીએ રિલીઝ થઇ રહી છે. સંજય મે ૨૦૦૪થી ઓગસ્ટ ૨૦૦૮ સુધી પૂર્વ પીએમ મનમોહન સિંહના મીડિયા સલાહકારના પદ પર કાર્યરત રહી ચૂક્યા છે. પુસ્તકમાં સંજય બારૂનો દાવો હતો કે, મનમોહને સોનિયા ગાંધીની સામે ઘૂંટણ ટેકવી દીધા હતા. ફિલ્મમાં સંજય બારૂની ભૂમિકા અક્ષય ખન્ના નિભાવી રહ્યા છે.

Related posts

फिल्म वेलकम टू रशिया से कमबैक करेंगे राहुल रॉय

aapnugujarat

अब गांव और किसानों पर फिल्म बनाएंगे अक्षय कुमार

aapnugujarat

ચોક્કસ ફેશન ટ્રેન્ડને અનુસરતી નથી : વાણી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1