Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

લોકસભા ચૂંટણી પહેલા અખિલેશનું નિવેદન : ઉત્તર પ્રદેશમાં બિન-કોંગ્રેસી હશે ગઠબંધન

૨૦૧૯ લોકસભા ચૂંટણી પહેલાં મહાગઠબંધનને લઈને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે મોટું નિવેદન આપ્યું છે. અખિલેશે કહ્યું કે ભાજપની વિરુદ્ધ ઉત્તર પ્રદેશમાં બનવા જઈ રહેલું ગઠબંધન બિન-કોંગ્રેસી હશે.
મધ્ય પ્રદેશમાં સપાના એકમાત્ર ધારાસભ્યને મંત્રીમંડળમાં સામેલ ન કરવાથી નારાજ અખિલેશ યાદવે આ વાત કહી છે.એટલું જ નહીં અખિલેશે કહ્યું કે, અમે કોંગ્રેસનો પણ આભાર વ્યક્ત કરવા માગીએ છીએ કે મધ્ય પ્રદેશમાં અમારા ધારાસભ્યને મંત્રી ન બનાવ્યા. અમે કોંગ્રેસ અને ભાજપ બંનેનો આભાર વ્યક્ત કરીએ છીએ કે તેઓએ સમાજવાદીઓનો માર્ગ સરળ કરી દીધો. જ્યારે, સપાના ધારાસભ્ય મધ્ય પ્રદેશમાં કોંગ્રેસને સમર્થન આપી રહ્યા હતા.અખિલેશે આગળ કહ્યું કે, અમને સમાજવાદીઓને ન જાણે શું-શું કહેવામાં આવ્યું હતું. નોંધનીય છે કે, પેટાચૂંટણીમાં સમાજવાદીઓને લઈને શું કહ્યું હતું કે આ ગઠબંધન કરવા જઈ રહેલી પાર્ટી શું છે. કયા શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. હું તેમને અનેકવાર ધન્યવાદ આપી ચૂક્યો છું. હું ભારતીય જનતા પાર્ટીને એ વાતનો પણ ધન્યવાદ આપવા માગું છું કે તેઓએ અમને બેકવર્ડ સમજ્યા. અમે પોતાની જાતને બેકવર્ડ જ સમજતા હતા. અમે તો સૌને સાથે લઈને ચાલવા માંગતા હતા. કામ પર વોટ માંગી રહ્યા હતા.

Related posts

कांग्रेस ने प्रधानमंत्री मोदी को दूसरी पारी के लिए दी बधाई, दिखाई खास तैयारी

aapnugujarat

શ્રીનગર-દ.કાશ્મીરમાં બંધનાં એલાનથી માઠી અસર

aapnugujarat

5 foreign nationals arrested at Delhi airport trying to smuggle nearly half-a-million USD

aapnugujarat

Leave a Comment

UA-96247877-1