Aapnu Gujarat
તાજા સમાચારરમતગમત

ગોલ્ફ પ્લેયર રંઘાવા સહિત બેની શિકારના કેસમાં ધરપકડ

આંતરાષ્ટ્રીય ગોલ્ફર જ્યોતિ રંધાવા તેમજ નેશનશ શૂટર મહેશ વિરાજદારની બુધવારે ઉત્તર પ્રદેશના બહરાઇચમાંથી પોલીસે ગેરકાયદે શિકારના કેસમાં ધરપકડ કરી છે.પોલીસના જણાવ્યા મુજબ મોતિપુર રેન્જના કતરનિયાઘાટમાં શિકારનો આ કેસ સામે આવ્યો છે. ગોલ્ફર રંધાવા અને તેના મિત્ર મહેશ પાસેથી ગાડી, હથિયારો સહિત અન્ય સાધનો પોલીસે જપ્ત કરી લીધા છે. તેમની પાસેથી વાઇલ્ડલાઇફ સંલગ્ન કેટલુક સાહિત્ય પણ મળ્યું હતું. કતરનિયાઘાટના ડિવિઝનલ ફોરેસ્ટ ઓફિસર આ કેસની તપાસ કરી રહ્યા છે.
રંધાવા(ઉ.૪૬) ૨૦૦૪થી ૨૦૦૯ના ગાળામાં ટોચના ૧૦૦ ગોલ્ફ ખેલાડીઓમાં સ્થાન ધરાવતો હતો. ૧૯૯૪માં તેણે વ્યવસાયિક રીતે ગોલ્ફ રમવાનું શરૂ કર્યું હતું અને એશિયન ટુર મની લિસ્ટમાં તે ટોચ પર રહ્યો હતો. યુરોપીયન ટુરમાં ૨૦૦૪માં જોની વોકર ક્લાસિકમાં તે બીજા સ્થાને હતો. રંધાવાના લગ્ન બોલિવૂડની એક્ટ્રેસ ચિંત્રાગડા સિંહ સાથે થયા હતા પરંતુ ૨૦૧૪માં બન્નેના ડીવોર્સ થઈ ગયા હતા.

Related posts

મારી વિરુદ્ધ સીબીઆઇના આરોપા પાયાવિહોણા : ચિદમ્બરમ

aapnugujarat

રઘુરામ રાજન લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસનું વિઝન ડોક્યુમેન્ટ તૈયાર કરશે

aapnugujarat

વડાપ્રધાન મોદી ૯ જાન્યુ.એ મહારાષ્ટ્રના સોલાપુરની મુલાકાતે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1