Aapnu Gujarat
રાષ્ટ્રીય

કેદારનાથ પૂરમાં તણાઈ ગયેલી ૧૭ વર્ષીય યુવતીનું પરિવાર સાથે મિલન

કહેવત છે કે, ’રામ રાખે તેને કોણ ચાખે.’ આ કહેવત આજની દુનિયામાં પણ આપણે અનેક વખત સાર્થક થતી જોઈએ છીએ. ખાસ કરીને કોઈ મોટી દુર્ઘટના કે પછી કુદરતી આફતમાં આવા કિસ્સા આપણને અનેક વખત જાણવા મળતા હોય છે. આવો જ એક કિસ્સો તાજેતરમાં જ બહાર આવ્યો છે, જેમાં એક ૧૭ વર્ષની માનસિક રીતે વિકલાંગ યુવતીનું ૫ વર્ષ બાદ તેના પરિવાર સાથે મિલન થયું છે. આ યુવતી વર્ષ ૨૦૧૩માં કેદારનાથમાં આવેલા ભીષણ પૂરમાં તણાઈને પરિવાર સાથે વિખૂટી પડી ગઈ હતી અને પરિજનોએ તેને મૃત માની લીધી હતી.
લાંબા સમયથી ખોવાઈ ગયેલી પોતાની પૌત્રીને જોતાં જ તેના દાદા-દાદી હરિશ ચંદ અને શકુંતલાદેવીની ખુશીનો પાર રહ્યો ન હતો. અહીં સ્થાનિક બન્નાદેવી વિસ્તારમાં રહેતા ૧૭ વર્ષીય માનસિક વિકલાંગ ચંચલના દાદા-દાદીએ જણાવ્યું કે, “આ મિલન એક ચમત્કાર જ છે, બીજું કંઈ નહીં.”
ચંચલના દાદાએ જણાવ્યું કે, તે તેના માતા-પિતા સાથે કેદારનાથની યાત્રાએ ગઈ હતી. એ સમયે સર્જાયેલી દુર્ઘટનામાં તેના પિતા તણાઈ ગયા હતા, જ્યારે તેની માતા કેટલાક સમય બાદ ઘરે પાછી ફરી હતી, પરંતુ ચંચલની તેમને કોઈ ભાળ મળતી ન હતી. વળી, ચંચલ માનસિક રીતે વિકલાંગ પણ હતી.

Related posts

મહારાષ્ટ્રમાં પાંચ તબક્કામાં અનલોકની પ્રક્રિયા હાથ ધરાશે

editor

असम में बाढ़ से हाल विकराल

editor

બુન્દેલખંડમાં ડિફેન્સ કોરિડોરની પ્રક્રિયા ટુંકમાં શરૂ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1