Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

સ્મૃતિ ઈરાનીને બદનક્ષીના કેસમાં રાહત, હાઈકોર્ટએ સમન્સ રદ કર્યા

દિલ્હી હાઈકોર્ટે બુધવારે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીને તેની વિરુદ્ધના બદનક્ષીના કેસમાં રાહત આપી છે. હાઈકોર્ટે ઈરાની સામેના સમન્સને રદ કરી દીધો છે. કોંગ્રેસના નેતા સંજય નિરૂપમ દ્વારા સ્મૃતિ ઈરાની વિરુદ્ધ બદનક્ષીની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. બીજીતરફ સ્મૃતિ ઈરાની દ્વારા નિરુપમ વિરુદ્ધ કરાયેલા બદનક્ષીના કેસમાં સમન્સને રદ કરવાની માંગ સાથેની કોંગી નેતાની અરજીને હાઈકોર્ટે ફગાવી દીધી છે. કોર્ટે જણાવ્યું કે નિરૂપમ વિરુદ્ધ કેસ ચાલુ રહેશે.
જસ્ટિસ આર કે ગૌબાએ બન્ને નેતાઓની અરજીના બે જુદા જુદા ચુકાદામાં આમ જણાવ્યું હતું. ઈરાનીએ પોતાની અરજીમાં ૬ જૂન ૨૦૧૪ના ટ્રાયલ કોર્ટે તેની વિરુદ્ધ જાહેર કરેલા સમન્સને રદ કરવા દાદ માંગી હતી. આ ઉપરાંત નિરૂપમ દ્વારા કરાયેલી ફરિયાદ પણ કાઢી નાખવા અરજીમાં જણાવાયું હતું.
અરજદાર તેમજ પ્રતિવાદી બન્ને જાહેર જીવનમાં જાણીતા હોવાથી તેમજ તેઓ રાજકારણમાં સક્રિય હોવાથી તેઓ એકબીજા પર આક્ષેપ પ્રતિઆક્ષેપ કરતા રહે છે. તેમના હિત માટે કોર્ટે કો તેમનું નામ કેસમાં નથી ઉચ્ચાર્યું તેમ જજે પોતાના ચુકાદાની શરૂઆતમાં જ જણાવ્યું હતું. કોર્ટે ઈરાનીનો ‘ઁઊઇ’ નિરૂપમનો ‘ઠરૂઢ’ તરીકે ઉલ્લેખ કર્યો હતો. અગાઉ હાઈકોર્ટે બન્ને નેતાઓને સામસામા બદનક્ષીના કેસમાં સમાધાન કરવા જણાવ્યું હતું.

Related posts

દેશમાં ૬૦૦૦૦થી વધુ પેટ્રોલ પંપ : હેવાલ

aapnugujarat

देश के दूसरे हिस्सों में दाखिल हुआ दक्षिण-पश्चिमी मॉनसून

aapnugujarat

केजरीवाल का दावा : खत्म होने की कगार पर है दिल्ली में अब कोरोना की तीसरी लहर

editor

Leave a Comment

UA-96247877-1