Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

આસામ અને ગુજરાતના સીએમ જાગ્યા પણ પીએમ મોદી હજી ઉંઘે છે : રાહુલ ગાંધી

પાંચ રાજ્યોની ચૂંટણી પછી શિમલામાં વેકેશન માટે પહોંચેલા રાહુલ ગાંધીએ ફરી પીએમ મોદી પર નિશાન તાક્યુ છે.
રાહુલે ટિ્‌વટ કરીને કહ્યુ હતુ કે કોંગ્રેસ પાર્ટીએ આસામ અને ગુજરાતના મુખ્યમંત્રીઓને ઉંઘમાંથી જગાડી દીધા છે પણ પીએમ મોદી હજી સુઈ રહ્યા છે.
રાહુલ ગાંધીનો ઈશારો આસામમાં ભાજપની સરકાર દ્વારા ખેડૂતોની દેવા માફી અને ગુજરાતમાં ભાજપની સરકાર દ્વારા વીજ બીલમાં માફી તરફ હતો. આ બંને રાજ્યોએ ત્રણ રાજ્યોમાં કોંગ્રેસની જીત બાદ ગઈકાલે જ ખેડૂતોને રાહત આપતી જાહેરાત કરી હતી.
કોંગ્રેસે ખેડૂતોનુ દેવુ માફ કરવાનો વાયદો કર્યો હતો અને તેના કારણે ત્રણ રાજ્યોમાં મળેલી કોંગ્રેસની જીત બાદ બે રાજ્યોની ભાજપ સરકારોએ દેવા માફી માટે કરેલી જાહેરાતો બતાવી રહી છે કે ભાજપને પણ હવે પોતાની રણનીતિ પર ફરી વિચાર કરવાની ફરજ પડી રહી છે.
રાહુલ ગાંધીના ટિ્‌વટનો જવાબ આપતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાહુલ ગાંધીને ટેગ કરીને ટિ્‌વટર પર લખ્યું છે કે, “દેશભરમાં હાર બાદ કોંગ્રેસ લાંબા સમય પછી ત્રણ રાજ્યમાં જીતી છે. આ જીતનો અતિ ઉત્સાહ જ્રઇટ્ઠરેઙ્મય્ટ્ઠહઙ્ઘરૈની ટિ્‌વટમાં દેખાય છે.
વધુ એક ટિ્‌વટમાં વિજય રૂપાણીએ લખ્યું છે કે, “વડાપ્રધાન જ્રહટ્ઠિીહઙ્ઘટ્ઠિર્દ્બઙ્ઘૈ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાતે હંમેશા ખેડૂતો માટે સારા નિર્ણયો લીધા છે. આ જ કારણ છે કે ૨૨ વર્ષના શાસન પછી પણ ગુજરાતના ખેડૂતોએ ફરી એકવાર ભાજપને સેવા કરવાનો મોકો આપ્યો છે.

Related posts

કોંગ્રેસ નેતા આનંદ શર્માએ કરી વડાપ્રધાન મોદીની પ્રશંસા

editor

Chidambaram’s judicial custody till Nov 27 in INX media case

aapnugujarat

AIMIM opens account in Bihar by-poll

aapnugujarat

Leave a Comment

UA-96247877-1