Aapnu Gujarat
ગુજરાત

વસ્ત્રાલમાં સ્પા સેન્ટરમાં તોડ કરવા ગયેલો શખ્સ ઝડપાયો

શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં આવેલા સ્પા સેન્ટરમાં પત્રકાર બનીને તોડ કરવા ગયેલા ગુજરાતી ફિલ્મના કલાકાર અને મામલતદાર કચેરીના મેન્ટેનન્સ વિભાગના હેડ એવા કમલ પંડ્‌યા વિરુદ્ધમાં રામોલ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો છે. કમલ પંડ્યાની પત્ની ‘ક્રાઇમ ફરિયાદ’ નામનું સાપ્તાહિક ન્યૂઝ પેપર ચલાવે છે. આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. ઇસનપુર વિસ્તારમાં આવેલ પ્રેરણા સોસાયટીમાં રહેતા અને વસ્ત્રાલમાં સ્પા સેન્ટર ચલાવતા વિશાલસિંહ ઝાલાએ રામોલ પોલીસ સ્ટેશનમાં આ દંપતી વિરુદ્ધમાં તોડ કરવાની ફરિયાદ કરી છે. વિશાલભાઇએ ફરિયાદમાં કરેલા આક્ષેપ પ્રમાણે ‘ક્રાઇમ ફરિયાદ’ નામના સાપ્તાહિક ન્યૂઝ પેપરનાં માલિક ધર્મિષ્ઠાબહેન પટેલ અને તેમના પતિ કમલ પંડ્યાએ સ્પા સેન્ટરની આડમાં દેહવ્યાપારનો ધંધો ચલાવો છો તેમ કહીને અગાઉ પાંચ હજાર રૂપિયાનો તોડ કર્યો હતો. કમલ પંડ્યા ગુજરાતી ફિલ્મોમાં અભિનય કરે છે અને એસપી રિંગરોડ પર આવેલી દસક્રોઇ મામલતદાર કચેરીમાં મેન્ટેનન્સ ડિપાર્ટમેન્ટના હેડ છે. કમલ પંડ્‌યા ત્રણ મહિના પહેલાં વિશાલસિંહના સ્પા સેન્ટર પર ગયા હતા અને પત્રકાર તરીકેની ઓળખ આપીને તમે તમારા સ્પામાં ગેરકાયદે દેહવ્યાપારના ધંધા ચલાવો છો તેમ કહીને તેની પત્નીના સાપ્તાહિકમાં સમાચાર છાપવાની ધમકી આપી હતી. આર્ટિકલ સમાચાર ના છાપવા હોય તો દર મહિને પાંચ હજાર રૂપિયાનો હપ્તો બાંધવાનું કહ્યું હતું. બદનામીના ડરથી વિશાલસિંહે પાંચ હજાર રૂપિયા કમલ પંડ્યાને આપ્યા હતા. બીજા મહિને કમલ રૂપિયા લેવા માટે સ્પા સેન્ટરમાં પહોચી ગયો હતો, જો કે, વિશાલસિંહે રૂપિયા આપવાનો ઇનકાર કરી દીધો હતો. કમલની પત્ની ધર્મિષ્ઠાબહેને પણ વિશાલસિંહને ફોન પર ધમકી આપી હતી અને તેના વિરુદ્ધમાં પોતાના સાપ્તાહિકમાં આર્ટિકલ લખ્યો હતો. કમલ પંડ્‌યા અને તેની પત્નીની ધમકીઓથી કંટાળીને ગઇકાલે વિશાલસિંહે પોલીસ કમિશનર એ.કે. સિંઘ સમક્ષ રજૂઆત કરી હતી. વિશાલસિંહ પાસે રહેલા તમામ પુરાવા તપાસતાં અંતે કમિશનરે રામોલ પોલીસ સ્ટેશનના પીઆઇ કે.એસ. દવેને કમલ પંડ્‌યા અને તેની પત્ની વિરુદ્ધમાં ગુનો દાખલ કરવા માટે આદેશ કર્યો હતો. પોલીસે મામલે આરોપીઓની ધરપકડના પ્રયાસો હાથ ધર્યા છે.

Related posts

गांधीनगर में एक ही एंबुलेंस में 4 डेड बॉडीज भरकर भेजी गईं श्मशान गृह

editor

સમગ્ર પરગણા વણકર સમાજ કુટુંબ એપ દ્વારા જાગૃતિ અંતર્ગત રેલી નંદાસણ મુકામે યોજાઈ

aapnugujarat

લલિત વસોયાએ મગફળી મુદ્દે અધિકારીને અપશબ્દો ભાંડયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1