Aapnu Gujarat
શિક્ષણ

વિરમગામ તાલુકાના ગોરૈયા ગામમાં વિજ્ઞાન પ્રદર્શનનુ આયોજન કરવામાં આવ્યું

      વિજ્ઞાન એટલે વિશેષ જ્ઞાન. વિરમગામ તાલુકાના વિવિધ વિસ્તારોમાં સરકારી શાળાઓમાં બાળકો માં જિજ્ઞાસા જાગે અને સર્જનાત્મક વૃત્તિ નો વિકાસ થાય તે માટે બ્લૂ ડાર્ટ અને અગસ્ત્ય ઈન્ટરનેશનલ ફાઉન્ડેશન દ્વારા પ્રયત્ન થઈ રહ્યા છે ત્યારે બ્લૂ ડાર્ટ અને અગસ્ત્ય ઈન્ટરનેશનલ ફાઉન્ડેશન દ્વારા વિરમગામ તાલુકાના ગોરૈયા ગામમાં વિજ્ઞાન પ્રદર્શનનુ આયોજન કરવામાં આવ્યું હતું. આ વિજ્ઞાન પ્રદર્શન માં ગોરૈયા પ્રાથમિક શાળા નાં કુલ ૮૭ જેટલા બાળકો એ ભાગ લીધો હતો. જેમાં ૪૪ જેટલી વિજ્ઞાન ની કૃતિઓ નું બાળકો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં ૫ શાળા નાં કુલ ૫૦૦ થી વધુ બાળકો એ આ વિજ્ઞાન પ્રદર્શન નિહાળ્યું હતું. આ વિજ્ઞાન પ્રદર્શનમાં વિરમગામ તાલુકાના બી.આર.સી., સી.આર.સી., એસ.એમ.સી. અધ્યક્ષ તેમજ અગસ્ત્ય ઈન્ટરનેશનલ ફાઉન્ડેશન ના એરીયા ઈનચાર્જ અલ્પેશભાઈ ગજ્જર નું માર્ગદર્શન મળ્યું હતું. વિજ્ઞાન પ્રદર્શન માં ભાગ લીધેલ બાળકો ને આશ્વાસન ઇનામ તેમજ સારું પ્રદર્શન કરનારા બાળકો ને ઈનામ વિતરણ કરવામાં આવ્યું હતું.

તસવીર- વંદના નીલકંઠ વાસુકિયા 

Related posts

ગુજરાતમાં ગુજરાતી ભાષાનું શિક્ષણ ફરજિયાત બનાવાયું

aapnugujarat

कोरोना महामारी के बीच सौराष्ट्र यूनिवर्सिटी में फिजिकल परीक्षा की शुरुआत

editor

સુરત જિલ્લામાં એક સ્કૂલ છે, જ્યાં મુસ્લિમ શિક્ષક દ્વારા બાળકોને ભગવદ ગીતા ભણાવવામાં આવી રહી છે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1