Aapnu Gujarat
શિક્ષણ

સુરત જિલ્લામાં એક સ્કૂલ છે, જ્યાં મુસ્લિમ શિક્ષક દ્વારા બાળકોને ભગવદ ગીતા ભણાવવામાં આવી રહી છે

ગુજરાતની શાળાઓમાં ધો.6 થી લઈને ધો.12 સુધી ભણતા વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓને ભગવદ ગીતા શીખવવાને લઈને થોડા દિવસો પહેલા જ ગુજરાત સરકારે ઓફિશિયલ જાહેરાત કરી છે, પણ આ જ ગુજરાતના સુરત જિલ્લામાં એક સ્કૂલ આવી છે, જ્યાં ગત 12 વર્ષોથી મુસ્લિમ શિક્ષક દ્વારા બાળકોને ભગવદ ગીતા ભણાવવામાં આવી રહી છે. આટલું જ નહીં, આ શિક્ષક ન માત્ર ભગવદ ગીતા શીખવાડી રહ્યા છે, પણ સ્કૂલના બાળકોમાં પારિવારિક સંસ્કારના મૂલ્યો પણ આપી રહ્યા છે. સુરત શહેરથી દૂર આદિવાસી ક્ષેત્ર માંગરોળના ઝાખરડા ગામના આ પ્રાથમિક સ્કૂલમાં ગત 12 વર્ષોથી શાહ મોહમ્મદ સઈદ ઈસ્માઈલ મુખ્ય શિક્ષક તરીકે કાર્ય કરી રહ્યા છે, તેમના આ સ્કૂલમાં ભણવા આવતા હિંદુ બાળકોને ભગવદ ગીતા અને મુસ્લિમ બાળકોને કુરાન-એ-શરીફ ભણાવવામાં આવે છે. એક શિક્ષક તરીકે તેઓ પૂરો પ્રયત્ન કરી રહ્યા છે કે, ધર્મથી ઉપર ઉઠીને દરેક બાળકમાં સારા સંસ્કાર આપી શકે. ઝાખરડા ગામના આ સ્કૂલમાં ધો.1 થી લઈને ધો.8 સુધીના બાળકોને ભણવવામાં આવે છે. આ ગામમાં હિંદુ-મુસ્લિમ સમાજની સમાન વસ્તી છે. આ નાનકડા સ્કૂલમાં હિંદુ મુસ્લિમ સમાજના 71 બાળકો ભણવા આવે છે. બંને ધર્મના બાળકોને શિક્ષક ભણાવે છે, સાથે જ દેશ અને દુનિયાની અનેક ભાષાઓનું જ્ઞાન પણ આપે છે. આ વિશે, તે જ સ્કૂલની એક વિદ્યાર્થીનીએ જણાવ્યું કે, મને ચાઈનીઝ, રોમન, તમિલ, હિન્દી, ઉર્દુ અને ગુજરાતી આવે છે, રાતે જમવાના પહેલા હું રોજ ભગવદ ગીતાનું એક પાનું વાચું છું, દરેક રવિવારે ગામમાં એક ઘર નક્કી કરી પ્રાર્થના કરવા જઈએ છીએ અને ત્યાં ભગવદ ગીતાના બે પાના વાંચીને સંભળાવીએ છે.

Related posts

ગુજરાત બજેટ : શિક્ષણ માટે ૨૭૫૦૦ કરોડ અપાયા : સ્તર વધુ સુધારાશે

aapnugujarat

૬ જૂનથી રાજ્યમાં ઉનાળુ વેકેશન પૂર્ણ

editor

સમસ્ત નાગોરી લુહાર સમાજનાં તેજસ્વી તારલાઓનું સન્માન કરાયું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1