Aapnu Gujarat
શિક્ષણ

ગુજરાત બજેટ : શિક્ષણ માટે ૨૭૫૦૦ કરોડ અપાયા : સ્તર વધુ સુધારાશે

રાજયના નાણાંમંત્રી નીતિન પટેેલે વર્ષ ૨૦૧૮-૧૯ના આ વખતના બજેટમાં રાજયના શિક્ષણ ક્ષેત્ર અને તેને આનુષંગિક સેવાઓને ધ્યાનમાં લઇ બહુ જ મહત્વની રૂ.૨૭,૫૦૦ કરોડની જોગવાઇ કરી છે કે જેથી રાજયમાં શિક્ષણનું સ્તર અને દેખાવને ઉંચે લઇ જઇ શકાય. રાજયના શિક્ષણ ક્ષેત્ર માટે સરકાર દ્વારા એકંદરે કુલ રૂ.૨૭,૫૦૦ કરોડની જોગવાઇ કરાઇ છે, તેમાં મધ્યાહ્ન ભોજન યોજના માટે રૂ.૧૦૮૧ કરોડ ફાળવવામાં આવ્યા છે. તો રાજયની પ્રાથમિક શાળાઓમાં નવા ઓરડાઓ બાંધવા અને તેના નિર્માણ માટે રૂ.૬૭૩ કરોડની જોગવાઇ કરાઇ છે. આ સાથે જ વિદ્યાર્થીઓને નવા નમો ટેબલેટ ટોકન દરે આપવા માટે રૂ.૧૫૦ કરોડની વધુ જોગવાઇ કરવામાં આવી છે. રાજયમાં શિક્ષણનું સ્તર કથળતુ જતું હોવા અને મોંઘા શિક્ષણ સહિતના વિપક્ષના આક્ષેપોને જવાબ આપતી જોગવાઇ આ વખતના બજેટમાં રાજય સરકાર દ્વારા કરી શિક્ષણક્ષેત્રે વ્યાપેલા વિવાદને ખાળવાનો પ્રયાસ કરાયો છે. રાજયની પ્રાથમિક શાળાઓમાં વર્ષો જૂની જે મધ્યાહ્ન ભોજન યોજના ચાલે છે, તેના માટે આ વર્ષના બજેટમાં રૂ.૧૦૮૧ કરોડ જેટલી માતબર રકમ ફાળવવામાં આવી છે કે જેથી વિદ્યાર્થીઓને આરોગ્યપ્રદ અને પોષણક્ષમ આહાર મળી શકે. રાજયમાં કન્યાઓને નિવાસી વ્યવસ્થા માટે રૂ.૬૯ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. તો, અન્ન ત્રિવેણી યોજના હેઠળ અનાજ પૂરૂ પાડવા માટે રૂ.૬૮ કરોડની જોગવાઇ કરાઇ છે. ધોરણ-૬થી ૮માં રાજયની ૧૨૫૦ જેટલી શાળાઓમાં સાયન્સ સેન્ટર ઉભા કરવા માટે વિશેષ પ્રકારે રૂ.૩૭ કરોડની જોગવાઇ કરાઇ છે. વિદ્યાર્થીઓને નવા નમો ટેબલેટ રૂ.૧૦૦૦ કરોડના ટોકન દરે ફાળવવા માટે આ બજેટમાં વધારાના રૂ.૧૫૦ કરોડની જોગવાઇ કરાઇ છે. જયારે દૂધ સંજીવની યોજના માટે રૂ.૩૭૭ કરોડ જેટલી મોટી રકમની ફાળવણી કરવામાં આવી છે. બીજીબાજુ, સરકાર દ્વારા સરકારી યુનિવર્સિટી-કોલેજોના નવીનીકરણ અને રિનોવેશન માટે પણ આ વખતના બજેટમાં જોગવાઇ કરવામાં આવી છે, જે મુજબ, સરકારી યુનિવર્સટી-કોલેજોના નવીનીકરણ પ્રોજેકટ માટે રૂ.૨૫૭ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. તો મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના માટે રૂ.૯૦૭ જેટલી માતબર રકમ ફાળવાઇ છે, જેનો ઉદ્દેશ ૧૪૦ લાખ વિદ્યાર્થીઓ સુધી તેનો લાભ પહોંચાડવાનો છે. આમ, સરકારે શિક્ષણ ક્ષેત્રે બહુ મોટી રકમના બજેટની જોગવાઇ કરી છે.
(અનુસંધાન નીચેના પાને)

Related posts

Oct 29 to Nov 18 Diwali vacation for Schools in Gujarat

editor

ગુજરાત યુનિ.માં ૧૯ ડિસેમ્બરથી બીજા સત્રની પરીક્ષા યોજાશે

aapnugujarat

શિક્ષકોને સ્ટેમ્પ પર સોગંદનામું કરવાના હુકમથી આક્રોશ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1