Aapnu Gujarat
ગુજરાત

૨ લાખ ચોરસમીટરમાં સૌથી મોટો ગ્લોબલ ટ્રેડ શો યોજાશે

વાયબ્રન્ટ ગુજરાત ગોલ્બલ સમિટ -૨૦૧૯ અંતર્ગત આગામી ૧૮-૨૨ જાન્યુઆરી દરમિયાન મહાત્મા મંદિર નજીક આવેલા એક્ઝિબિશન ગ્રાઉન્ડ ખાતે ૨ લાખ ચોરસ મીટર વિસ્તારમાં સૌથી મોટો ભવ્ય વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો-૨૦૧૯ યોજાશે. આ ટ્રેડ શોમાં ૧૮ જેટલા વિશાળ ડોમમાં ૨૦૦૦ જેટલા સ્ટોલ્સ તૈયાર કરવામાં આવશે, જેમાં વિવિધ ૨૫ જેટલા ક્ષેત્રોની ૨૦૦૦ થી વધુ કંપનીઓ ભાગ લેશે. આ વર્ષે વાયબ્રન્ટ ગુજરાત ગોલબલ સમીટ આંતરરાષ્ટ્રિય ટ્રેડ શો અને વૈશ્વિક બિઝનેશ સમીટ હશે, જે ૨૫ જેટલા વિવિધ ક્ષેત્રોની પ્રગતિ અને પ્રવૃત્તિઓનું પ્રદર્શન કરાશે. વર્ષ ૨૦૦૩માં ૩૦૦૦ ચોરસ મીટર પ્રદર્શન વિસ્તારમાં ૩૬ સ્ટોલ્સ સાથે શરૂ થયેલ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ વર્ષ ૨૦૧૭માં વધારીને ૧,૨૫,૦૦૦ ચોરસ મીટર પ્રદર્શન વિસ્તારમાં ૧૦૦૦ સ્ટોલ્સનું આયોજન કરાયું હતું. આ વખતની ૨૦૧૯ની વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં ૨૦૦૦ થી વધુ કંપનીઓ પ્રદર્શનમાં ભાગ લે તેવી સંભાવના છે; જ્યાં તેઓને તેમનાં ઉત્પાદનો, સેવાઓ અને તેમની સાફ્‌લ્યગાથાઓને સમિટમાં ભાગ લેનાર વૈશ્વિક પ્રતિનિધીમંડળો સમક્ષ પ્રદર્શિત કરવા માટેનો સૌથી મોટો મંચ ઉપલબ્ધ થનાર છે. આ ગ્લોબલ ટ્રેડ શોમાં ૧.૫ મીલીયનથી વધુ મુલાકાતીઓ અને ૧૦૦થી વધુ દેશોના ૩૦૦૦ જેટલા આંતરરાષ્ટ્રિય ડીલીગેટ્‌સ ભાગ લેશે તેવી સંભાવના છે. આ પ્રદર્શન સ્થળે ભારતની એકતાના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની કેવડિયા ખાટે પ્રસ્થાપિત સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિકૃતિ પણ મૂકવામાં આવશે. સમગ્ર દેશમાંથી ખેડૂતો પાસેથી એકત્રિત કરાયેલ લોખંડમાંથી નિર્મિત આ સ્ટેચ્યુ ઓફ યુનિટી દેશની એકતાનું પ્રતિક છે. ૧૯ મી જાન્યુઆરીની સાંજે અમદાવાદ રીવરફ્રન્ટ ખાતે ગુજરાત ચેમ્બર્સ ઑફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના સહયોગથી મેક ઈન ઈન્ડિયા એન્ડ ખાદીની થીમ ઉપર ‘ફાર્મ ટુ ફેબ્રિક’ પર ફેશન શો યોજાશે.

Related posts

૩૭ દિવસથી દલિત આગેવાન ઉપવાસ પર : કોઇ જ ન ફરક્યું

aapnugujarat

’શહેરી બાગાયતી ખેતી’’ વિષય પર સમગ્ર રાજ્યમાં તાલીમ સેમિનાર

editor

અમદાવાદમાં શ્રી બાવન વણકર સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1