Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

કેજરીવાલને ઝટકો : ચાર રાજ્યોમાં નોટા કરતા પણ ઓછા વૉટ મળ્યા,ડિપોઝટ પણ જપ્ત

તાજેતરમાં પાંચ રાજ્યમાં થયેલી ચૂંટણીમાં નૉટા અર્થાત નોન ઑફ ધ અબાવે એસપી, આપ અને એનસીપી જેવા રાજકીય પક્ષો કરતા વધુ મત મેળવ્યા હતા. ચૂંટણી પંચની વેબસાઇટ પર મંગળવારે સાંજે ૫.૪૫ વાગ્યે જણાવ્યા અનુસાર છત્તીસગઢમાં ૨.૧ ટકાથી મિઝોરમમાં ૦.૫ ટકા સુધી નોટાનો ઊપયોગ કરવામાં આવ્યો હતો.
છત્તીસગઢમાં કુલ ૨.૧ ટકા મતદારોએ નોટાનો ઊપયોગ કર્યો હતો. આપે ૯૦ બેઠકમાંથી ૮૫ પર પોતાના ઉમેદવાર ઊભા કર્યા હતા અને એને કુલ ૦.૯ ટકા જ મત મળ્યા હતા. એજ રીતે એસપી અને એનસીપીને બંનેને ૦.૨ ટકા મત તથા સીપીઆઇને ૦.૪ ટકા મત મળ્યા હતા. મધ્ય પ્રદેશમાં કુલ ૧.૫ ટકા મતદારોએ નૉટાનો ઊપયોગ કર્યો હતો. આપને ૦.૭ ટકા અને સપને ૧ ટકા મત મળ્યા હતા. રાજસ્થાનમાં કુલ ૧.૩ ટકા મતદારોએ નૉટાનો ઊપયોગ કર્યો હતો. આપ અને આરજેડીને ૦.૪ ટકા જ મત મળ્યા હતા. એજ રીતે સપ અને સીપીઆઇ (એમ)ને અનુક્રમે ૦.૨ ટકા મત અને ૧.૩ ટકા મત મળ્યા હતા. તેલંગણામાં કુલ ૧.૧ ટકા મતદારોએ નોટાનો ઊપયોગ કર્યો હતો. એનસીપીને ૦.૨ ટકા જ મત મળ્યા હતા. એજ રીતે સીપીઆઇ અને સીપીઆઇ (એમ)ને ૦.૪ ટકા મત મળ્યા હતા. મિઝોરમમાં કુલ ૦.૫ ટકા મતદારોએ નોટાનો ઊપયોગ કર્યો હતો.

Related posts

દિલ્હીમાં ૧૦૦ કરોડનું હેરોઈન જપ્ત

aapnugujarat

માયાવતીને જાદુ કી ઝપ્પી આપવાનાં સૂચન બદલ સંજય દત્ત સામે સમન્સ

aapnugujarat

२० लाख रिक्त जगहों को कुछ समय में भरने मोदी सरकार तैयार

aapnugujarat

Leave a Comment

UA-96247877-1