Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

છત્તીસગઢમાં કોંગ્રેસ પાર્ટીએ મેળવેલ બે તૃતિયાંશ બહુમતિ

છત્તિસગઢમાં વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીએ જોરદાર સપાટો આજે બોલાવ્યો હતો અને પ્રચંડ બહુમતિ મેળવી હતી. છત્તીસગઢમાં અપેક્ષા કરતા પણ વધુ સારો દેખાવ કોંગ્રેસ પાર્ટીનો રહ્યો છે. કોંગ્રેસ પાર્ટીએ અહીં બે તૃતિયાંશ બહુમતિ હાંસલ કરી લીધી છે. છત્તીસગઢમાં છેલ્લા ૧૫ વર્ષથી ભાજપનું શાસન ચાલી રહ્યું હતું. મુખ્યમંત્રી રમણસિંહે ચૂંટણી પરિણામ આવ્યા બાદ આખરે પાર્ટીની હાર સ્વીકારી લીધી હતી અને કહ્યું હતું કે, તેમના નેતૃત્વમાં પાર્ટીએ ચૂંટણી લડી હતી જેથી હારની જવાબદારી પણ તેઓ પોતે સ્વીકારે છે. આના માટે તેઓ પ્રજાના ચુકાદાને માથે ચડાવે છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, છત્તીસગઢમાં છેલ્લા ૧૫ વર્ષથી કામ કરવાની તક મળી હતી. લોકોના હિતમાં જે કંઇપણ થયું તે કામ કરી બતાવ્યું છે. તેમણે કહ્યું હતું કે, હવે વિપક્ષમાં રહીને પ્રજાના મુદ્દાઓને ઉઠાવીશું અને જે કંઇપણ પ્રજાની તકલીફ હશે તેને રજૂ કરીશું. મુખ્યમંત્રી તરીકે સેવા કર્યા બાદ વિપક્ષના નેતા તરીકે નવી જવાબદારીમાં કામ કરીશું. આજે સવારે મતગણતરી શરૂ થયા બાદ પ્રવાહ મળવાની શરૂઆત થઇ હતી. છેલ્લા સમાચાર મળ્યા ત્યારે કોંગ્રેસે જોરદાર બહુમતિ મેળવી લીધી હતી. આ વખતે સ્થાનિક નેતાઓની મહેનત દેખાઇ હતી. બીજી બાજુ મુખ્યપ્રધાન રમણસિંહના નેતૃત્વમાં ભાજપ સરકારની સામે શાસન વિરોધી પરિબળની અસર જોવા મળી હતી. છેલ્લા સમાચાર મળ્યા ત્યારે કોંગ્રેસ પાર્ટીએ ૯૦ સીટો પૈકી ૬૬ સીટો પર લીડ મેળવી લીધી હતી. આવી જ રીતે ભાજપની સીટો માત્ર ૧૬ થઇ રહી છે. જો લીડ પરિણામમાં ફેરવાઇ જશે તો ભારતીય જનતા પાર્ટીને મોટો ફટકો પડવા જઇ રહ્યો છે. છત્તિસગઢમાં બહુમતિ માટેનો આંકડો ૪૬ રહ્યો છે. જો કે કોંગ્રેસ પાર્ટી આ આંકડા કરતા ખુબ આગળ નિકળી ગઇ હતી. કોંગ્રેસ તરફથી રાહુલ ગાંધીએ જોરદાર તાકાત લગાવી હતી. જેનો લાભ મળ્યો છે. સૌથી વધારે શાસન વિરોધી પરિબળની અસર જોવા મળી છે.

Related posts

मोदी पर मुलायम के बयान को अमर सिंह ने करार दिया पैंतरा

aapnugujarat

अरुण जेटली सभी को गरीब बनाने पर तुले है : यशवंत सिन्हा

aapnugujarat

चीनी सैनिकों ने कई राउंड फायरिंग की, हमारे जवानों ने बरता संयम : भारतीय सेना

editor

Leave a Comment

UA-96247877-1