Aapnu Gujarat
મનોરંજન

બાગી-૩માં કૃતિ ટાઇગર સાથે નજરે પડી શકે

બોલિવુડની આશાસ્પદ સ્ટાર કૃતિ સનુન ટાઇગર શ્રોફની સાથે કામ કરવાને લઇને આશાવાદી છે. કૃતિ અને ટાઇગરે એક સાથે હિરોપંતિ ફિલ્મ મારફતે બોલિવુડ કેરિયરની શરૂઆત કરી હતી. ત્યારબાદથી બન્ને ઉભરતા સ્ટારે પાછળ વળીને જોયુ નથી. જો કે બન્નેની જોડી હિરોપંતિ બાદ સાથે દેખાઇ નથી. કૃતિનુ કહેવુ છે કે અમે એક સાથે બોલિવુડમાં આવ્યા હતા. ફિલ્મ વર્ષ ૨૦૧૪માં આવી હતી. બાગી-૩નો હિસ્સો બનવાને લઇને પુછવામાં આવતા કૃતિએ કહ્યુ હતુ કે તે આ અંગે કોઇ ટિપ્પણી કરવા માંગતી નથી. તેનુ કહેવુ છે કે આ પ્રશ્નનો જવાબ તે આપી શકે તેમ નથી. જો કો તે ચોક્કસપણે ટાઇગરની સાથે ફિલ્મમાં કામ કરવા માટે ઉત્સુક છે. તેનુ કહેવુ છે કે તે ટાઇગર પર ગર્વ અનુભવ કરે છે. તે દરેક ફિલ્મ સાથે નવી નવી ઉંચાઇ પર પહોંચી રહ્યો છે. બીજી બાજુ કૃતિ પણ સારી સારી ફિલ્મો હવે મેળવી રહી છે. તે હવે હાઉસફુલ-૪ ફિલ્મમાં નજરે પડનાર છે. તે આ ફિલ્મની ટીમ સાથે જોડાઇને ખુશ છે. આ ફિલ્મમાં તેની સાથે અક્ષય કુમાર, બોબી દેઓલ અને રિતેશ દેશમુખ છે. આ ફિલ્મ આગામી વર્ષે દિવાળી પર રજૂ કરવાની તૈયારી ચાલી રહી છે. હાઉસફુલના અગાઉના તમામ ભાગ સુપરહિટ રહ્યા છે. જેથી ફિલ્મને લઇને ચાહકોમાં ઉત્સુકતા પ્રવર્તી રહી છે. આ ફિલ્મના તમામ ભાગ કોમેડીથી ભરપુર રહ્યા છે.ટાઇગર અને કૃતિની જોડી હિરોપંતિમાં તમામને ગમી હતી.બાગી-૩માં બંને સાથે કામ કરે તેવી શકયતા છે. જો કે ફિલ્મના ત્રીજા ભાગને લઇને સત્તાવાર રીતે કોઇ જાહેરાત કરવામાં આવી હતી. બાગી-૨ ફિલ્મ હિટ રહ્યા બાદ હવે ત્રીજો ભાગ બનાવાશે. ત્રીજા ભાગમાં પણ ભરપુર એક્શનને આવરી લેવામાં આવનાર છે.

Related posts

વિકાસ બહલ મારી સાથે સેક્સની વાતો કરતા હતા : કંગના

aapnugujarat

સુશાન્ત નવી ફિલ્મમાં હવે ડાકુની ભૂમિકા અદા કરશે

aapnugujarat

दीपिका से शादी के बाद रणवीर पर तीन चीजों के लिए बैन

aapnugujarat

Leave a Comment

UA-96247877-1