Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

માન્ચેસ્ટર અટેક : વધુ ત્રણ શખ્સોની કરાયેલી ધરપકડ

બ્રિટનના માન્ચેસ્ટર હુમલામાં માર્યા ગયેલા લોકોને લઈને શ્રદ્ધાંજલિ કાર્યક્રમ આજે યોજવામાં આવ્યા હતા. બીજી બાજુ બ્રિટનમાં વ્યાપક દરોડાની કાર્યવાહી આજે જારી રહી હતી. સર્ચ અને પેટ્રોલીંગની પ્રક્રિયા વધુ તીવ્ર બનાવી દેવામાં આવી છે. શકમંદ લોકોની પૂછપરછ પણ કરવામાં આવી રહી છે. તપાસ અને ધરપકડના દોર વચ્ચે હજુ સુધી કુલ ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે. જેમાં હુમલાખોર સલમાન અબેદીના ભાઈનો પણ સમાવેશ થાય છે. ૨૨ વર્ષીય માન્ચેસ્ટર બોમ્બર સલમાન અબેદીએ વિદેશમાં ટ્રેનિંગ લીધી હતી. તેના અલકાયદા સાથે સંબંધ હોવાની પણ વિગત સપાટી પર આવી છે. ૨૨ વર્ષીય બોમ્બર હુમલા કરતી વેળા એકલો ન હતો. અત્રે નોંધનિય છે કે ૨૨ વર્ષીય માન્ચેસ્ટર બોમ્બર સોમવારે મોડી રાત્રે યુરોપના સૌથી મોટા માન્ચેસ્ટર ઈન્ડોર મેદાન ખાતે અમેરિકી પોપ સ્ટાર અરીયાના ગ્રાન્ડેના કોન્સર્ટ દરમિયાન ત્રાટક્યો હતો. જેમાં ૨૨ લોકોના મોત થઈ ગયા હતા. માન્ચેસ્ટર કોન્સર્ટ હુમલાા સંદર્ભમાં યુકેમાં વધુ ત્રણ લોકોની પણ ધરપકડ કરાઈ છે. આની સાથે જ કસ્ટરીમાં લેવાયેલા લોકોની સંખ્યા વધીને ૪ થઈ છે. હુમલાના સંદર્ભમાં ઝડપાયેલા ૨૩ વર્ષીય શખ્સે હુમલાખોરને ૨૨ વર્ષીય લિબીયન મૂળના સલમાન અબેદી તરીકે ઓળખી કાઢ્યો છે. ઝડપાયેલો આ શખ્સ અબેદીનો ભાઈ ઈસ્લામાઈલ હોવાનું જાણવા મળ્યું છે. અન્યત્ર દરોડાની કાર્યવાહી ચાલી રહી છે.અત્રે નોંધનિય છે કે વર્ષ ૨૦૦૫ના ૭મી જુલાઈના શ્રેણીબદ્ધ બોંબ ધડાકા બાદથી બ્રિટનમાં કરવામાં આવેલા હજુ સુધીના સૌથી વિનાશકારી ત્રાસવાદી હુમલામાં સોમવારે મોડી રાત્રે બાળકો સહિત ઓછામાં ઓછા ૨૨ લોકોના મોત થયા હતા જ્યારે ૫૯ લોકો ઘાયલ થયા હતા.આત્મઘાતી બોંબર ત્રાટકતા અંધાધૂંધી ફેલાઈ ગઈ હતી. સોમવારે મોડી રાત્રે માન્ચેસ્ટરમાં અમેરિકાની પોપસ્ટાર અરિયાના ગ્રાન્ડેના પોપ કોન્સર્ટમાં હજારો લોકો એકત્રિત હતા ત્યારે આ આત્મઘાતી હુમલો કરવામાં આવ્યો હતો. યુરોપના સૌથી મોટા ઇન્ડોર એરેના માન્ચેસ્ટર એરેનેમાં માર્યા ગયેલાઓમાં બાળકો અને ટીનેજરોનો સમાવેશ થાય છે. પોપ સ્ટારના હજારોની સંખ્યામાં ચાહકો અહીં એકત્રિત થયા હતા. આ બનાવના સંબંધમાં પુરતી માહિતી એકત્રિત કરવામા ંઆવી રહી છે. આ બ્લાસ્ટના કારણે ફરી એકવાર દુનિયા હચમચી ઉઠી છે. નજરે જોનાર સાક્ષીઓએ વિગત આપતા કહ્યુ છે કે બે પ્રચંડ બ્લાસ્ટના અવાજ સંભળાયા હતા. બ્લાસ્ટ બાદ ચારેબાજુ અંધાધુંધી ફેલાઇ ગઇ હતી. લોકોમાં ભાગદોડ મચી ગઇ હતી. લંડન પોલીસ દ્વારા જારી કરવામાં આવેલા અહેવાલમાં દાવો કરવામાં આવ્યો હતો કે સોમવારે રાત્રે ૧૦.૩૫ વાગ્યાની આસપાસ આત્મઘાતી હુમલો કરાયો હતો.

Related posts

નૈરોબી જતું ઇથોપિયન વિમાન તુટી પડ્યું : ૧૫૭ના મોત

aapnugujarat

ઉત્તર કોરિયાએ મિસાઇલોને દાગવા નાનકડા પરમાણુ હથિયાર બનાવ્યા

editor

આવતીકાલે સિંગાપોરમાં ટ્રમ્પ-કિમ જોંગ વચ્ચે શિખર મંત્રણા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1