Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

લાપત્તા સુખોઈ-૩૦ અંગે કોઈ માહિતી નથી : ચીન

ચીને આજે સાફ શબ્દોમાં કહ્યું હતું કે ભારતીય હવાઈ દળના લાપત્તા થયેલા સુખોઈ-૩૦ ફાઈટર જેટ વિમાનના સંદર્ભમાં તેની પાસે કોઈ માહિતી આવી નથી. મંગળવારના દિવસે આસામમાં તેજપુર એરબેઝથી ભારતીય હવાઈ દળના સુખોઈ-૩૦ ફાઈટર વિમાને ઉડાણ ભરી હતી. ત્યારબાદથી આ વિમાન લાપત્તા થયેલું છે.
ચીને આજે માહિતી આપતા કહ્યું હતું કે ૨૪ કલાક બાદ પણ તેની પાસે કોઈ માહિતી આવી નથી. બીજી બાજુ ચીને એમ પણ કહ્યું છે કે સરહદ ઉપર પ્રવર્તી રહેલી શાંતિમાં ખલેલ પહોંચાડવાના ભારત દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. બીજી બાજુ ભારત અને ચીન સરહદ ઉપર સ્થિતિને સામાન્ય કરવાના બંને દેશોના પ્રયાસો જારી રહ્યા છે. આજે ચીનના વિદેશ મંત્રાલયે માહિતી આપતા કહ્યું હતું કે ભારતના લાપત્તા વિમાનના સંદર્ભમાં તેની પાસે કોઈ માહિતી આવી નથી. વિમાનને શોધી કાઢવાના પ્રયાસ ચાલી રહ્યા છે. ખરાબ હવામાનના પરિણામ સ્વરૂપે આ વિમાન લાપત્તા થઈ ગયુ ંહતું. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું છે કે બંને પક્ષો તરફથી શોધખોળ ચાલી રહ્યું છે. આ સુખોઈ-૩૦ વિમાનમાં બે પાઈલોટો હતો. મંગળવારે સવારે ભારત-ચીન સરહદ નજીકથી આ વિમાન લાપત્તા થયું હતું. તપાસ કામગીરી તરત જ હાથ ધરવામાં આવી હતી. જોકે ખરાબ હવામાનની સ્થિતિ આ પ્રદેશમાં હોવાના કારણે તેને રોકવાની ફરજ પડી હતી. અરૂણાચલપ્રદેશમાં ભારત-ચીન સરહદથી ૧૭૨ કિલોમીટરના અંતરે સ્થિત તેજપુર એરબેઝથી આઈએએફના સુખોઈ વિમાની ઉડાણ ભરી હતી. વિમાનને શોધી કાઢવાની પ્રક્રિયા હવે ફરી ઝડપી કરાઈ છે.

Related posts

Prime Minister Modi arrives in Myanmar

aapnugujarat

दुनिया में कोरोना का आंकड़ा 3.09 करोड़ के पार

editor

फ्रांस ने कोरोना से निपटने के लिए आपातकाल किया घोषित

editor

Leave a Comment

UA-96247877-1