Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચારતાજા સમાચાર

આવતીકાલે સિંગાપોરમાં ટ્રમ્પ-કિમ જોંગ વચ્ચે શિખર મંત્રણા

જેના પર દુનિયાના દેશોની નજર કેન્દ્રિત થઇ ગઇ છે તે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉત્તર કોરિયાના નેતા કિંમ જોંગ ઉન વચ્ચે ઐતિહાસિક શિખર બેઠક આવતીકાલે મંગળવારના દિવસે સિંગાપોરમાં યોજાનાર છે. આ બેઠક સફળ રહેશે કે કેમ તેને લઇને ટોપના નિષ્ણાતોમાં પણ ચર્ચાની શરૂઆત થઇ ગઇ છે. બંને નેતાઓ સિંગાપોરમાં અનેક પ્રકારની અપેક્ષાઓ અને આશા વચ્ચે પહોંચી ચુક્યા છે. આ બેઠકમાં કોઇ સમજૂતિ પણ થશે કે કેમ તેને લઇને પણ ભારે સસ્પેન્સની સ્થિતિ છે. આવતીકાલે કાલે ટ્રમ્પ અને કિમ સિંગાપોરના સેન્ટોસા દ્વીપમાં કપેલા હોટલમાં મળશે. બંને નેતાઓ પહેલાથી જ સિંગાપોરમાં પહોંચીને સિંગાપોરના વડાપ્રધાન સાથે વાતચીત કરી ચુક્યા છે. કોઇને એવી અપેક્ષા ન હતી કે, એક બીજાથી વર્ષો સુધી દૂર રહેનાર બે લીડરો મંત્રણા ટેબલ ઉપર પહોંચી ગયા છે. એકબીજાને પરમાણુ હથિયારો સાથે યુદ્ધની ધમકી પણ હાલના સમયમાં આ બંને નેતાઓ આપી ચુક્યા છે. એકબીજા ઉપર આક્ષેપોનો દોર તેમની વચ્ચે ચાલ્યો હતો. ટ્રમ્પ કહી ચુક્યા છે કે, મંત્રણાનો મુખ્ય ઉદ્દેશ્ય ઉત્તર કોરિયાના પરમાણુ હથિયારોનો નિકાલ લાવવાનો છે. પરમાણુ યુદ્ધ કરવાની એકબીજાને ધમકી બંને આપી ચુક્યા છે. ટ્રમ્પ થોડાક પહેલા જ ઉત્તર કોરિયન નેતાને લીટલ રોકેટમેન તરીકે ગણાવીને તેમની ઝાટકણી કાઢી હતી. સંયુક્ત રાષ્ટ્રની મહાસભામાં ટ્રમ્પે આ પ્રકારનું વિવાદાસ્પદ નિવેદન કર્યું હતું. બીજી બાજુ કિમે પણ તરત જવાબ આપીને ટ્રમ્પને માનસિકરીતે ભાંગી પડેલી વ્યક્તિ તરીકે ગણાવી હતી. નવ મહિનાના ટુંકાગાળામાં જ બંને નેતાઓ મતભેદોને દૂર કરીને એક મંચ પર આવશે તેવી કોઇને કલ્પના ન હતી. સિંગાપોરમાં કિમ રવિવારના દિવસે જ આવી પહોંચ્યા હતા. ટ્રમ્પ મોડેથી પહોંચ્યા હતા. તેમની પ્રથમ બેઠક સ્થાનિક સમય મુજબ સવારે ૯ વાગે મળશે. આ બેઠક સિંગાપોરના સેન્ટોસા આઈલેન્ડ પર આવેલી ફાઈવસ્ટાર રિસોર્ટ હોટલમાં યોજાશે. આ બેઠક એક બે દિવસ સુધી પણ ચાલી શકે છે. કિમે ગયા વર્ષે જ કહ્યું હતું કે, અમેરિકા ઉપર પરમાણુ હથિયારો સાથે ત્રાટકવા માટેની ક્ષમતા ઉત્તર કોરિયાએ હાસલ કરી લીધી છે. માર્ચ મહિનામાં ટ્રમ્પે એમ કહીને વિશ્વના દેશોને ચોંકાવી દીધા હતા. કે, તેઓ કિમને મળવા માટે તૈયાર છે. થોડાક દિવસ પહેલા જ ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયાના પ્રમુખો પણ મળ્યા હતા. ટ્રમ્પનો મુખ્ય ઉદ્દેશ્ય ઉત્તર કોરિયાના સામૂહિક વિનાશના હથિયારો અને બેલાસ્ટિક મિસાઇલ કાર્યક્રમની નાબૂદીનો રહ્યો છે. બંને દેશો વચ્ચે છેલ્લા ૬૮ વર્ષથી ખેંચતાણ રહી છે. આખરે શાંતિ સ્થાપિત કરવાની દિશામાં ઐતિહાસિક પહેલ થઇ છે. સિંગાપોરના લોકો કિમની એક ઝલક મેળવી લેવા માટે પડાપડી કરી રહ્યા છે પરંતુ તેમની એક ઝલક પણ મેળવી શકાઇ નથી. કિંમ પહેલાથી જ અભુતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા વચ્ચે સિંગાપોર પહોંચી ગયા છે. કિમની સમગ્ર યાત્રા ખુબ જ ગુપ્ત રાખવામાં આવી હતી. કિમ ક્યા વિમાનથી પહોચ્યા હતા તે બાબત પણ જાહેર કરવામાં આવી ન હતી. કિમ રવિવારના દિવસે જ પહોંચી ગયા હતા. પ્યોગયાંગથી ત્રણ વિમાન સિંગાપોર પહોંચ્યા હતા. જે પૈકી એક સોવિયત નિર્મિત ઇલ્યુશિન -૬૨ વિમાન હતુ. જે કિમનુ અંગત વિમાન છે. કિમ ક્યા વિમાનથી પહોંચ્યા હતા તે બાબત જાહેર કરવામાં આવી ન હતી. છેલ્લે જાણવા મળ્યુ હતુ કે કિમ એર ચાઇનાના બોઇંગ ૭૪૭ વિમાન મારફતે પહોંચ્યા હતા. સિંગાપોરમાં પહોંચ્યા બાદ કિમ સૌથી પહેલા ત્યાંના વિદેશ પ્રધાન વિવિયન બાલાકૃષ્ણનને મળ્યા હતા. ચાંગી વિમાનમથકથી કિમને ગાડી મારફતે હોટેલ સુધી લઇ જવામાં આવ્યા હતા. એ વખતે તેમની સાથે ૨૦થી વધારે વાહનોનો કાફલો રહ્યો હતો. જેમાં એમ્બુલન્સ પણ સામેલ છે. સિંગાપોરના લોકો માર્ગો પર કિમની ઝલક જોવા માટે ઉમટી પડ્યા હતા. લિમોજીન ગાડીનો ફોટો પાડવા માટે પડાપડી થઇ હતી. સેન્ટ રિજિસ હોટેલની બહાર પણ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. આ હોટેલમાં કિમ રોકાયા છે. સમગ્ર હોટેલને વધુને વધુ ઢાકી દેવામાં આવી હતી. હોટેલના સિક્યુરિટી સ્ટાફે રૂમની બહાર અનેક છોડ મુકી દીધા છે જેથી લોબીમાં પણ જોઇ શકાશે નહી. કિમે રવિવારની રાત્રે સિંગાપોરના વડાપ્રધાન લી સિએન લુંગ સાથે વાતચીત કરી હતી. અહીં કિમે લુંગને કહ્યુ હતુ કે સમગ્ર દુનિયા આ સમિટને નિહાળી રહી છે. આ સમિટ માટે અભૂતપૂર્વ રકમ ખર્ચ કરવામાં આવી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ઉત્તર કોરિયાના લીડર કિમ જોંગ ઉન અને અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે સિંગાપોરમાં યોજાનારી બેઠકને લઇને અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. આ બેઠકને લઇને માત્ર સુરક્ષા ઉપર ૫૦ કરોડ રૂપિયાનો જંગી ખર્ચ કરવામાં આવ્યો છે. સિંગાપોરમાં ડોનાલ્ડ ટ્રમ્પ અને કિમ જોંગ જ્યાં રોકાયેલા છે તે તમામ જગ્યાઓ ઉપર લોખંડી સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. સિંગાપોરના ગૃહમંત્રીના કહેવા મુજબ ૫૦૦૦થી વધારે પોલીસ ઓફિસર અને અન્ય સુરક્ષા કર્મીઓ બેઠકને લઇને તૈનાત રહેશે. સિંગાપોરમાં કુલ ૧૩૦૦૦ પોલીસ ઓફિસર અને ૨૫૦૦ ફર્સ્ટ રિસ્પોન્ડર્સ રહેલા છે. આ ઉપરાંત સેનાના જવાનોની પણ તૈનાતી રહેશે. જવાનો કેટલી સંખ્યામાં ગોઠવવામાં આવ્યા છે તે અંગેની કોઇ માહિતી આપવામાં આવી નથી. હોટલ સેન્ટરિજિસમાં કિમ જોંગ રોકાયેલા છે અને સાંગરિલા હોટલમાં ડોનાલ્ડ ટ્રમ્પ રોકાયેલા છે. આ તમામ જગ્યાઓ ઉપર લોખંડી સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવી છે. બંને જગ્યાઓએ કિમ અને ટ્રમ્પના પોતપોતાના સુરક્ષા જવાનો પણ ગોઠવવામાં આવ્યા છે.

Related posts

पाक. में पेट्रोल की कीमत बढक़र 117.83 रुपये प्रति लीटर हुई

aapnugujarat

टेरर फंडिंग समाप्त करके ही आतंकवाद का खात्मा होगा : राजनाथ सिंह

aapnugujarat

મન કી બાત : અવાજ તેમનો પરંતુ વાત દેશના લોકોની છે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1