Aapnu Gujarat
ગુજરાત

ધાનાણી-હાર્દિકની મુલાકાત ફિક્સ મેચ છે : ભરત પંડ્યા

ભાજપના પ્રદેશ પ્રવક્તા ભરત પંડયાએ વિપક્ષ નેતા પરેશ ધાનાણી અને હાર્દિકભાઈની મુલાકાત અંગે પ્રતિક્રિયા આપતાં જણાવ્યું કે, તેઓ ફિક્સ મેચ રમે છે. તેઓ અંદરો અંદર ભલે રમત રમે પરંતુ ગુજરાતની જનતા સાથે હવે રમત ન રમે તેવી મારી નમ્ર અપીલ છે. કોંગ્રેસની ભયંકર રમત સામે હાર્દિકને ચેતવતાં ભરત પંડયાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ તમારી સાથે સંપૂર્ણ રમત રમે છે અને ગુજરાતમાં જ્ઞાતિ વિગ્રહ અને વેરઝેરનો કોંગ્રેસ ખતરનાક ખેલ ખેલી રહી છે તેનાથી ચેતવાની જરૂર છે. આ અગાઉ વિધાનસભા ચૂંટણી વખતે કોંગ્રેસના કાર્યાલયમાં કપિલ સિબ્બલ અને કોંગ્રેસની ટીમની અડધી રાતે રાહ જોયા પછી પણ કોંગ્રેસે સમાજને અનામત માટે કોઈ સ્પષ્ટ જવાબ આપ્યો નહોતો. પત્રકારોને આખી રાત જાગવું પડયું હતુ. કોંગ્રેસે કયારે પાટીદાર સમાજને અનામત આપવા બાબતે કયારેય કોઈ સ્ટેન્ડ લીધો નથી. જયારે ભાજપે ૧૦ ટકા ઈબીસી, મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના, બિન અનામત આર્થિક નિગમ, મા અમૃતમ સહિત અનેક યોજનાઓ અમલમાં મૂકી છે. ભરત પંડયાએ જણાવ્યું હતું કે, ભાજપે દેશમાં સૌથી પહેલા ગુજરાતમાં ૧૦ ટકા ઈબીસી (આર્થિક પછાત અનામત) આપવાની જાહેરાત કરીને તેનો અમલ શરૂ કર્યો હતો. તેને કોંગ્રેસે સમર્થન આપ્યું નહીં. પરંતુ તેમાં કોંગ્રેસના ઈશારે વિઘ્‌ન સંતોષી લોકોએ અટકાવવા પ્રયાસ કર્યો અને તે સમગ્ર મામલો સુપ્રિમ કોર્ટમાં પેંડિગ છે. કોંગ્રેસના વિપક્ષ નેતાએ વિધાનસભામાં પહેલા ૧૫ ટકા ઈબીસી ખાનગી બિલ મૂક્યું. કોંગ્રેસના કેન્દ્રિય નેતાઓએ ૨૦ ટકા ઈબીસીની ગુજરાતમાં જાહેરાત કરી અને કોંગ્રેસ શાસિત રાજયોમાં કોંગ્રેસ ૧ ટકો પણ ઈબીસી જાહેર કરતી નથી. ભાજપે જાહેર કરેલ ૧૦ ટકા ઈબીસીના સમર્થનમાં કોંગ્રેસ સુપ્રિમ કોર્ટમાં જોઈંટ પીટીશન કરતી નથી. કોંગ્રેસના દેખાડવાનાં અને ચાવવાંનાં દાંત જુદા છે તે ગુજરાતની જનતા જાણી ચૂકી છે.

Related posts

સાતમું પગાર પંચ સૌથી પહેલા ગુજરાતમાં જ અમલી : રાજ્યપાલના પ્રવચન પર વિજય રૂપાણીનું નિવેદન

aapnugujarat

અમદાવાદમાં વરસાદ બાદ ગંદકીથી લોકો પરેશાન

aapnugujarat

અમદાવાદમાં ચમકી યોગીની હિન્દુ વાહિની

aapnugujarat

Leave a Comment

UA-96247877-1