Aapnu Gujarat
રમતગમત

ગંભીરે આંતરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી

ટીમ ઇન્ડિયાનો સ્ટાર ક્રિકેટર ગૌતમ ગંભીરે આંતરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી દીધી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગૌતમ ગંભીરે ટીમ ઇન્ડિયાને ૨૦૧૧નો વર્લ્ડ કપ જીતાડવામાં મહત્વની ભૂમિકા નિભાવી હતી. પરંતુ ત્યાર બાદ ટીમ ઇન્ડિયામાં કેટલાંય વર્ષોથી રમ્યો નથી અને ટીમની બહાર હતો.
ગૌતમ ગંભીર ભારત દેશના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમતા ખેલાડી છે. તેનો જન્મ ઓક્ટોબર ૧૪, ૧૯૮૧ નાં દિવસે ભારત દેશનાં દિલ્લી ખાતે થયો હતો.
ભારતીય ક્રિકેટ ટીમ આ ખેલાડી એકદિવસીય ક્રિકેટ સ્પર્ધા તેમજ પાંચ દિવસની ટેસ્ટ ક્રિકેટ સ્પર્ધામાં બેટીંગમાં ઘણીવાર પોતાની કાબેલિયત પુરવાર કરી ચુક્યા છે. ગૌતમ ગંભીરે પોતાની પ્રથમ વનડે ક્રિકેટ માં એપ્રિલ ૧૧, ૨૦૦૩ નાં દિવસે બાંગ્લાદેશ સામે અને પ્રથમ ટેસ્ટ ક્રિકેટ માં નવેમ્બર ૩, ૨૦૦૪ નાં દિવસે ઓસ્ટ્રેલિયા સામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ માં પ્રવેશ કર્યો હતો.
ગંભીરે પોતાની છેલ્લી ટેસ્ટ શ્રીલંકા સામે ૨૦૦૯માં રમી હતી અને વનડે પણ ૨૦૧૦માં છેલ્લે શ્રીલંકા સામે જ રમી હતી.તેણે ૨૭ ટેસ્ટમાં ૨૫૫૩ રન અને ૯૪ વનડેમાં ૩૧૦૭ રન બનાવ્યા હતા.
ટેસ્ટમાં આઠ સદી અને દસ અર્ધ સદી નોંધાવી હતી તો વનડેમાં સાત સદી અને ઓગણીસ અર્ધસદી ફટકારી હતી.ટેસ્ટમાં તેનો હાઇએસ્ટ સ્કોર ૨૦૬ હતો જ્યારે વનડેમાં ૧૫૦ રન હતો.

Related posts

कोरोना वायरस के खतरे के बावजूद पीसीबी ने खिलाड़ियों के साथ परिवार को जुड़ने की स्वीकृति दी

editor

महिला टी-20 रैंकिंग : शेफाली, स्मृति और जेम्मिाह टॉप-10 में कायम

editor

પંત ભવિષ્યમાં બનશે ટીમ ઇન્ડિયાનો કેપ્ટન : ગાવસ્કર

editor

Leave a Comment

UA-96247877-1