Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

અમેરિકા ન માને તો, ખાડીના રસ્તે તેલનો વેપાર નહી થાય : ઇરાન

ઇરાને અમેરિકાના પ્રતિબંધોનો વિરોધ કરતા અરબ ખાડીનો રસ્તો બંધ કરવાની ચીમકી આપી છે. ઇરાનના રાષ્ટ્રપતિ હસન રૂહાનીએ મંગળવારે જાહેરાત કરતા જણાવ્યું કે, અમેરિકાને જાણ હોવી જોઇએ કે, તે ઇરાનથી તેલની નિકાસ પર પ્રતિબંધ લગાવી શકશે નહી અને જો તે આ મામલે પ્રયત્ન કરશે તો ફારસ ખાડીથી થતાં તેલના નિકાસને ઇરાન બંધ કરી દેશે. નોંધનીય બાબત છે કે, ઇરાન આ પગલું ઉઠાવશે તો, અમેરિકા સાથે સંઘર્ષ વધી જશે. કારણ કે, ખાડીના કેટલાક દેશો આ જ રસ્તે મોટા પ્રમાણમાં કાચા તેલનું નિકાસ કરે છે. ઉલ્લેખનીય છે કે, ખાડીના દેશોમાં બહરીન, કુવૈત, ઓમાન, કતાર, સાઉદી અરબ અને સંયુક્ત અરબ અમીરાતનો સમાવેશ થાય છે. જો ઇરાન ફારસ ખાડીનો વેપાર રસ્તો બંધ કરે તો, સાઉદી અરબથી થતા તેલ વેપાર પર તેની ભારે અસર પડશે. વર્તમાન સમયમાં સાઉદી દુનિયાભરમાં તેલનો સૌથી મોટો વેપારી દેશ છે.૧૯૮૦થી ૮૮ની વચ્ચે ખાડી વિવાદ મોટો વિષય બન્યો હતો. જે દરમિયાન બન્ને દેશોએ એકબીજાના તેલ જહાજો પર હુમલા કર્યા હતા.આ પહેલા પણ ઇરાન ખાડીથી તેલની નિકાસ રોકવાની ધમકીઓ આપી ચૂક્યું છે, પરંતુ આંતરરાષ્ટ્રીય દબાણને કારણે તે આ પગલું ભરી શક્યું નથી. તેહરાન સંધિમાંથી છૂટ્યા પડ્યા પછી અમેરિકાએ ઇરાન પર પ્રતિબંધો લાદ્યા હતા અને બીજી દેશોને પણ ઇરાનથી તેલની ખરીદી પર અંકુશ લગાવા ધમકી આપી હતી. ઇરાન રાષ્ટ્રપતિએ અમેરિકાના પ્રતિબંધોથી દેશની અર્થવ્યવસ્થા પર પડતી પ્રતિકૂળ અસરોને નકારી હતી. તેમણે કેટલીક સમસ્યાઓનો સ્વીકાર કર્યો હતો્‌, પરંતુ આગામી બજેટમાં તેને આવરી લેવાની ખાતરી આપી હતી.

Related posts

भारत-US के बीच अगले हफ्ते होगी 2+2 वार्ता : ऑर्टागस

aapnugujarat

ઈમરાન ખાને પાકિસ્તાનના હિન્દુઓને પાઠવી હોળીની શુભેચ્છા

editor

योशिहिदे सुगा बनेंगे जापान के नए प्रधानमंत्री

editor

Leave a Comment

UA-96247877-1