Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

જી-૨૦ઃ ટ્રમ્પે પુતિન સાથેની મુલાકાત રદ કરી, રશિયા-યુક્રેન વિવાદને ગણાવ્યું કારણ

અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે જી-૨૦ સમિટમાં રશિયાના પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિન સાથે યોજાનારી મીટિંગ રદ કરી દીધી છે. ટ્રમ્પે તેની પાછળનું કારણ અજોવ સાગરમાં રશિયા અને યુક્રેનની વચ્ચે ચાલી રહેલો વિવાદ ગણાવ્યું હતું.
હકીકતમાં, બે દિવસ પહેલાં જ રશિયન નેવીએ પોતાની સીમા પાર કરવા માટે યુક્રેનના ૩ જહાજ અને નાવિકોની ધરપકડ કરી લીધી હતી. ત્યારબાદથી જ આ બંને દેશોની વચ્ચે તણાવની સ્થિતિ પણ બની છે.ટ્રમ્પે ગુરૂવારે ટ્‌વીટમાં કહ્યું કે, રશિયાએ હજુ સુધી યુક્રેનના જહાજ અને નાવિકો પરત કર્યા નથી. એવામાં ખર્ચ ખાડીમાં થયેલા ઘટનાક્રમનો રિપોર્ટ વાંચ્યા બાદ બેઠક રદ કરવાનો નિર્ણય લીધો.
જર્મનીની ચાન્સેલર એન્જેલા મર્કલે પણ વિવાદની જવાબદારી રશિયા પર નાખી દીધી છે. તેઓએ કહ્યું કે, જી-૨૦ મીટિંગમાં પુતિનની સામે આ મામલે ચર્ચા કરશે.યુક્રેનના પ્રેસિડન્ટ પેત્રો પોરોશેંન્કોએ રશિયા સાથે વ્યવહાર માટે નાટો સેનાને વિસ્તારમાં શિપ મોકલવા માટે કહ્યું છે. તેઓએ યુક્રેનમાં રહેતા રશિયન નાગરિકો પર ટૂંક સમયમાં જ કડક પ્રતિબંધ લગાવવાની જાહેરાત પણ કરી છે. જે હેઠળ રશિયન નાગરિકોની વિદેશી મુલાકાત, નાણાકીય લેવડ-દેવડ પર પ્રતિબંધ લગાવશે.
હાલ યુક્રેનમાં ૩૦ દિવસ માટે માર્શલ લૉ લાગુ કરી દેવામાં આવ્યો છે. આ સ્થિતિમાં સીમા પર મોજૂદ સેના સંપુર્ણ રીતે આપાત સ્થિતિ માટે રાખવામાં આવી છે. રશિયન પ્રેસિડન્ટના સ્પોક્સપર્સન દામિત્રી પેસકોવે કહ્યું કે, પુતિન ટ્રમ્પ સાથે વાત કરવા માટે તૈયાર છે. પરંતુ અમેરિકાના પ્રેસિડન્ટના બેઠક રદ કરવાના નિર્ણય પર ખેદ વ્યક્ત કર્યો છે.રશિયાએ સોમવારે યુક્રેનની નેવીના ત્રણ જહાજો પર હુમલો કરી પોતાના કબ્જામાં લઇ લીધા. આ સાથે જ બંને દેશોની વચ્ચે તણાવ પેદા થઇ ગયો છે. રશિયાનો આરોપ છે કે, યુક્રેનની નેવીએ ક્રિમિયન પેન્નિનસુલા સ્થિત પોતાની જળ સીમામાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરવાની કોશિશ કરી. એવામાં નેવીને અટકાવવા માટે હથિયારોનો ઉપયોગ કરવો પડ્યો. યુનાઇટેડ નેશન્સે આ મામલે એક ઇમરજન્સી બેઠક બોલાવી છે.

Related posts

ટ્રમ્પની ટિપ્પણી પર ભડક્યું તાલિબાન, વધુ હિંસક કાર્યવાહીની આપી ધમકી

aapnugujarat

मेरे से बड़ा देशभक्त कोई नहीं : ट्रंप

editor

इंटरपोल के पूर्व प्रमुख होंगवेई ने रिश्वत लेने का अपराध कबूला

aapnugujarat

Leave a Comment

UA-96247877-1