Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

અસદુદ્દીન ઓવેસીએ મહારાષ્ટ્રમાં મુસ્લિમો માટે માંગી અનામત

મહારાષ્ટ્રની દેવેન્દ્ર ફડણવીસ સરકારે મરાઠાઓને ૧૬ ટકા અનામત આપતા વિધાનસભા અને વિધાનપરિષદમાં બિલ પસાર કરાવ્યું છે. તે બાદ સમાજના બીજા લોકો પણ અનામતની માગણી કરી રહ્યા છે. એઆઇએમઆઇએમ પ્રમુખ અસદુદ્દીન ઓવેસીએ મહારાષ્ટ્રમાં મુસ્લિમ અનામતનો મુદ્દો ઉઠાવવ્યો છે.
ઓવેસીએ કહ્યું કે તે શિક્ષણ અને નોકરીના ક્ષેત્રમાં મુસ્લિમોના અનામત માટે કોર્ટમાં જશે. ઓવેસીની માગ કરી અને બીજેપી ની સહયોગી પાર્ટી શિવસેનાએ સમર્થન કર્યું છે. જણાવી દઈ કે શિવસેના કેન્દ્ર અને મહારાષ્ટ્રમાં બીજેપી ની સહયોગી પાર્ટી છે.
શિવસેનાના ધારાસભ્ય સુનીલ પ્રભુએ કહ્યું કે ઉદ્વવ ઠાકરે સ્પષ્ટ કહ્યું છે કે દબાયેલા કુચડાયેલા લોકો છે તેમણે અનામત આપવામાં આવશે. ગમે તે સમાજના હોય, મુસ્લિમ જ કેમ ના હોય. તેમણે કહ્યું કે અમે અન્યાયની સામે લડાઈ લડી રહ્યા છીએ અને આગળ પણ લડતા રહીશું.શિવસેનાના ધારાસ્ભય સુનીલ પ્રભુએ કહ્યું કે તેમની પાર્ટી દબાયેલા કુચડાયેલા લોકોને ન્યાય અપાવવા માટે આવાજ ઉઠાવશે. તેમણે કહ્યું કે મે સંસદમાં સવાલ કર્યો હતો કે મુસ્લિમોના અનામત માટે ક્યાં પગલા ભરવામાં આવ્યા છે. મરાઠા અનામત માટે વિશેષ કેટેગરી એસઇબીસી બનાવવામાં આવી છે. મહારાષ્ટ્રમાં ૭૬ ટકા મરાઠી ખેતી-કિસાની અને મજૂરી કરીને જીવન જીવે છે. તેમાં ફક્ત ૬ ટકા લોકો સરકારી અને અર્ધસરકારી નોકરીમાં છે.

Related posts

બદલી બાદ રેલવે કર્મીઓને મકાનમાં રહેવાની તક રહેશે

aapnugujarat

कांग्रेस के पूर्व नेता और सांसद एपी अब्दुल्लाकुट्टी भाजपा में हुए शामिल

aapnugujarat

FPI દ્વારા ૩૭૦૦ કરોડનું ડેબ્ટ માર્કેટમાં રોકાણ કરાયું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1