Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

પાનકાર્ડ બનાવવાના નિયમોમાં ફેરફાર

આવક વેરા વિભાગમાં સ્થાયી ખાતા સંખ્યા એટલે કે પાનકાર્ડમાં માતા-પિતા અલગ થયા હોય તેવા કિસ્સાઓમાં પિતાનું નામ ફરજીયાત હતુ તેને સમાપ્ત કરી દીધુ છે. આવરવેરા વિભાગ તરફથી એક અધિસૂચના જાહેર કરી નિયમોમાં સંશોધન કર્યુ છે. આવક વેરા વિભાગે હવે અરજી પત્રકમાં એવો વિકલ્પ આપવાની જાહેરાત કરી છે જેમાં માતા-પિતા અલગ થઈ ગયા હોય તેવા કિસ્સામાં બાળક પોતાની માતાનું નામ પાછળ લગાવી શકે છે. હાલ પાનકાર્ડમાં પિતાનું નામ આપવું કે પાછળ લગાડવુ ફરજીયાત હતુ.
નવો નિયમ ૫ ડિસેમ્બરથી લાગૂ થશે. એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યુ હતુ કે આ નવા નિયમોથી એ લોકોની ચિંતા દૂર થશે જે ફક્ત પોતાની માતાનું નામ જ લગાડવા ઈચ્છતા હોય છે. માતા-પિતા અલગ થયા પછી કોઈ પોતાની માતાનું નામ પાછળ લગાવે તો હવે પાનકાર્ડમાં પણ આ શક્ય થશે.
આ અધિસૂચનાથી એક નાણાં વર્ષમાં ૨.૫ લાખ રૂપિયાથી વધારે લેણદેણ કરવા પર પાનકાર્ડ ફરજીયાત કરી દેવામાં આવ્યુ છે. આ માટે ૩૧ માર્ચ પહેલા અરજી કરવાની હોય છે.
એક રિપોર્ટ અનુસાર હવે એવા લોકો પાસેથી પણ પાનકાર્ડ લેવામો આવશે જેમનો વેપાર ૫ લાખ રૂપિયાથી ઓછો હોય. આવકવેરા વિભાગ નાણાંકીય લેવડદેવડ પર આકરી નજર રાખી રહ્યુ છે. આનાથી કાળાનાણાં પર અને ટેક્સચોરી પર બ્રેક લાગી ગઈ છે. જે પણ વહિવટ થાય છે ટ્રાન્સપરન્ટ અને ખુલ્લામાં થાય છે.

Related posts

दुनिया कोरोना महामारी से लड़ रही थी, तब हमारे जवानों ने पीएलए के सैनिकों को पीछे खदेड़ा : रक्षामंत्री

editor

સરકારની નીતિથી કૃષિ ઉત્પાદનમાં સુધાર થયો : જેટલી

aapnugujarat

जयपुर में कॉन्स्टेबल की दिलेरी से विफल हुई ९२५ करोड़ रुपये की डकैती

aapnugujarat

Leave a Comment

UA-96247877-1