Aapnu Gujarat
બિઝનેસ

અદાણી ગ્રુપે કોલ માઈન પ્રોજેક્ટ પર રોકાણ કરવાનો અંતિમ નિર્ણય ટાળ્યો

દેશની સૌથી મોટી કંપની અદાણી એન્ટરપ્રાઈઝિસે ઓસ્ટ્રેલિયામાં કારમાઈકલ કોલ માઈન પ્રોજેક્ટ પર રોકાણ કરવાના અંતિમ નિર્ણયને ટાળી દીધો છે. ક્વીસલેન્ડ સ્ટેટ ગવર્નમેન્ટ તરફથી માઈન પ્રોજેક્ટ માટે રોયલ્ટી ડીલ પર સાઈન નહીં કરવાને કારણે અદાણી ગ્રુપે આ નિર્ણય લીધો છે. કંપની કોલ માઈન અને રેલ પ્રોજેક્ટ માટે ૧.૧ લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરવાનું પ્લાનિંગ કરી રહી હતી.કંપનીના ઓસ્ટ્રેલિયા સ્થિત પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ક્વીસલેન્ડ કેબિનેટ અદાણી પ્રોજેક્ટ માટે રોયલ્ટી કે કોઈ પણ પ્રકારના સબમિશન પર વિચાર નથી કર્યો. તેને જોતા જ્યાં સુધી સરકાર કોઈ નિર્ણય ન કરે ત્યાં સુધી અદાણી ગ્રુપે હાલ પૂરતો રોકાણનો અંતિમ નિર્ણય ટાળી દીધો છે.ક્વીસલેન્ડ સરકાર રાજ્યમાં રોજગાર અને ઈન્વેસ્ટમેન્ટને પ્રમોટ કરવા માટે રોયલ્ટી પેમેન્ટ વદારવા વિચારી રહી છે. કારણ કે છેલ્લા ૫ વર્ષથી અહીંની સ્થાનિક કોમોડિટીમાં ઘટાડો નોંધાયો છે. તેની સામે લેબર ગવર્નમેન્ટ તેની વિરુદ્ધ છે.તેને આ વાતનો વિશ્વાસ આપવામાં આવ્યો છે કે, વિવાદિત કારમાઈકલ પ્રોજેક્ટને સબસિડાઈઝ કરવા માટે ટેક્સપેયરના નાણાંનો ઉપયોગ નહીં કરવામાં આવે.સુત્રોના જણાવ્યા અનુસાર કેબિનેટ પર આ મામલે કોઇ ચર્ચા થઇ નથી. જો રાજ્યની રોયલ્ટી પદ્ધતિમાં કોઇ પણ ફેરફાર થાય છે તો તે માત્ર અદાણી માટે જ નહીં પરંતુ નવી માઈન્સ અને ગેસ ડેવલપમેન્ટની રેન્જ માટે થશે.ઓસ્ટ્રેલિયાની ગ્રીન પાર્ટીએ ગૌતમ અદાણીને મળેલા માઈનિંગ પ્રોજેક્ટ વિરુદ્ધ નોટિસ આપી હતી. ગ્રીન પાર્ટીએ આ પ્રોજેક્ટમાં અદાણીની ઓનરશિપ સ્ટ્રક્ચર પર પ્રશ્રો કર્યાં હતાં. પાર્ટીએ મીડિયા રિપોર્ટના આધાર પર દાવો કર્યો હતો કે, અદાણીએ એબોટ પોઈન્ટ કોલ ટર્મિનલ અને કારમાઈકલ ખાણોમાં મળેલા કોન્ટ્રાક્ટમાં કંપનીનો હિસ્સો દર્શાવવામાં પારદર્શકતા રાખી નથી.

Related posts

દલાલ સ્ટ્રીટમાં વિવિધ પરિબળો વચ્ચે પ્રવાહી પરિસ્થિતિના સંકેત

aapnugujarat

સેન્સેક્સ-નિફ્ટી રેડ ઝોનમાં થયા બંધ

editor

ફેબ્રુઆરીમાં ઔદ્યોગિક ઉત્પાદન ૧૪ મહિનાના ઉચ્ચસ્તર પર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1