Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચારતાજા સમાચાર

અમેરિકા પાસેથી ભારત ૨૪ એમએચ-૬૦ હેલિકોપ્ટર ખરીદવા તૈયારીમાં

રશિયા અને ભારત વચ્ચે એસ-૪૦૦ એર ડિફેન્સ સિસ્ટમ ડીલને લઇને નારાજ અમેરિકા પાસેથી ભારત સરકાર ૨૪ એમએચ-૬૦ હેલિકોપ્ટર ખરીદશે, જેની અંદાજિત કિંમત ૧૩,૫૦૦ કરોડ રૂપિયા રહેશે. નોંધનીય છે કે રશિયા સાથેની ડીલ પર અમેરિકાએ વિરોધ નોંધાવ્યો હતો અને ભારત પર દંડનીય પ્રતિબંધો લાદવાની ચેતવણીઓ પણ આપી હતી, પરંતુ ભારતે તેની ચેતવણીને નજરઅંદાજ કરી ડિલને પૂર્ણ કરી હતી. ભારતની જરૂરિયાત અને તેની સાથેના મૈત્રીસંબંધોને ધ્યાનમાં રાખીને અમેરિકાએ પાછળથી ડીલ માટે ખાસ પ્રકારની છૂટ આપી હતી.
રશિયા સાથેની ડીલ સમાપ્ત થતા જે કેન્દ્ર સરકાર અમેરિકા સાથેના સંબંધોને મજબૂત કરવાની તૈયારી કરી રહી છે. જેના ફળસ્વરૂપે ભારત અમેરિકા સાથે ડિફેન્સ ડીલ કરવા જઇ રહ્યું છે. જે હેઠળ ભારતે અમેરિકા પ્રશાસન પાસેથી ૨૪ “રોમિયો” એમએચ-૬૦ હેલિકોપ્ટર ખરીદવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. “રોમિયો” યુદ્ધ હેલિકોપ્ટર ખરીદવા માટે કેન્દ્રએ ટ્રમ્પ પ્રશાસનને ૧૩,૫૦૦ કરોડ રૂપિયાનો “લેટર ઓફ રિક્વેસ્ટ” મોકલ્યો છે. સૂત્રો મુજબ ભારત ટોરપીડો જેવા હથિયાર અને એન્ટી-સબમરીન મિસાઇલની સારસંભાળ માટે જરૂરી ઉપકરણોની ખરીદીની આ ડીલને ઝડપથી પૂર્ણ કરવા માંગે છે.
ઉલ્લેખનીય છે કે ચીની પરમાણુ અને ડીઝલ ઇલેક્ટ્રિક સબમરીન ભારતની સમુદ્ર સીમામાં વારંવાર ઘુસવાના પ્રયત્નો કરી રહી છે. આથી કેન્દ્રએ નેવીને વધારે શકિતશાળી અને મજબૂત બનાવવાના હેતુસર આ ડીલ કરવાનો નિર્ણય લીધો હોવાનું માનવામાં આવે છે.
“રોમિયો” એમએચ-૬૦ હેલિકોપ્ટરની ઉત્પાદન કંપની શિકોર્સ્કી લોકહીડ માર્ટિન છે, જે અમેરિકાની વિદેશી મિલેટરી સેલ્સ પ્રોગ્રામનો ભાગ છે. ભારત સરકારે આશા વ્યક્ત કરી હતી કે વર્ષના અંત સુધી તે અમેરિકાને આ ડીલ માટે રાજી કરી લેશે.
આ પહેલા રશિયા સાથેની ડીલ પછી ટ્રમ્પ સરકાર કાઉન્ટરીંગ અમેરિકા અડવર્સરીજ થ્રુ સેક્સન એક્ટ હેઠળ ભારત પર પ્રતિબંધ લાદવાના વલણમાં હતી. પરંતુ અમેરિકાના રક્ષા સચિવ જીમ મૈટિસ અને અમેરિકાના વિદેશ મંત્રી માઇક પોમ્પિઓએ ભારતને રાષ્ટ્રીય સુરક્ષા છૂટ આપવાની મજબૂત તરફેણ કરી ભારતને સાથ આપ્યો હતો. અમેરિકાના આ કાયદા હેઠળ કોઇ પણ દેશ ઇરાન, ઉત્તર કોરિયા કે રશિયા સાથે કોઇ પણ પ્રકારનો વ્યવહાર કરશે, તો તે અમેરિકાના પ્રતિબંધોનો શિકાર થશે, પરંતુ ભારતે અમેરિકા પાસેથી ખાસ છૂટ મેળવવામાં સફળતા મેળવીને રશિયા સાથે ડિફેન્સ ડીલ અને ઇરાન સાથે ક્રૂડની ખરીદી કરી હતી.

Related posts

બે વર્ષમાં પાંચ કરોડ ગરીબી રેખાથી ઉપર ઉઠયા છેઃ મોદી

aapnugujarat

केरल के लव जिहाद मामले मंे सुप्रीम कोर्ट ने दिए जांच के आदेश

aapnugujarat

जिनपिंग के कश्मीर पर बयान के बाद कांग्रस ने दिलाई हांगकांग-तिब्बत की याद

aapnugujarat

Leave a Comment

UA-96247877-1