Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ભાજપ નામ-નોટ અને ઈતિહાસ બદલનારો પક્ષ : મમતા બેનર્જી

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ શુક્રવારે ભાજપ પર કટાક્ષ કર્યો. મમતાએ કહ્યું કે, ભાજપ માત્ર ઈતિહાસ, નામ-નોટ અને બંધારણ બદલનારી પાર્ટી છે. તેઓ ગેમ ચેન્જર નથી. હાલના સમયમાં દેશ ખતરામાં છે. આ ખતરાથી દેશને બચાવવા માટે તૃણુમૂળ મહત્વની ભૂમિકા ભજવી શકે છે. તેઓએ કહ્યું કે, “ભાજપ પોતાને એવી રીતે રજૂ કરે છે કે જેમ તેઓએ જ દેશને જન્મ આપ્યો હોય. પરંતુ ભાજપ સ્વતંત્રતાના સમયમાં ક્યાંય હતી નહીં. મમતાએ આરોપ લગાવ્યો કે હાલની સરકાર સરકારી સંસ્થાનોને બરબાદ કરી રહી છે. તેઓ RBI અને CBIના કામ કરવાની પ્રક્રિયાને બદલવાના પ્રયાસો કરી રહ્યાં છે. ભાજપ વોટ બેંકની રાજનીતિને કારણે પ્રતિમાઓ બનાવવામાં લાગી છે. પરંતુ ૨૦૧૯ લોકસભા ચૂંટણી પછી તેઓ પોતે જ મૂર્તિ બની જશે. મમતાએ કહ્યું કે, “માત્ર ભાજપ NRVમાં રસ દાખવે છે. પરંતુ તૃણુમૂળ તેને રાજ્યમાં લાગુ નહીં થવા દે. અમે ભાજપ વિરૂદ્ધ તમામ પક્ષોને એકઠાં કરીને જાન્યુઆરીમાં એક રેલી કરીશું. જેનું સ્લોગન હશે ભાજપ હટાવો, દેશ બચાવો.

Related posts

ચૂંટણી પંચ પ્રધાનમંત્રીના કાર્યક્રમો પૂરા થવાની રાહ જોઇ રહ્યું છેઃ કોંગ્રેસ

aapnugujarat

मुख्यमंत्री के पद पर अड़ी शिवसेना

aapnugujarat

વડાપ્રધાનના ઈશારે સીબીઆઈના અધિકારીઓને હટાવ્યા : શૌરી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1