Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

રક્ષામંત્રાલયની સલાહ છતાં ચોકીદારે ચોર દરવાજાથી રફાલ ડીલ બદલી નાંખી : કોંગ્રેસ

કોંગ્રેસે રાફેલ ડીલને લઈને ગુરૂવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર ફરીથી નિશાન સાધ્યું અને આરોપ લગાવ્યા કે, મોદીએ અધિકારી, સરક્ષણ મંત્રી અને રક્ષા ખરીદ પરિષદની સલાહની વિરૂદ્ધ જઈને ફાઈટર વિમાનોની બેન્ચમાર્ક પ્રાઈઝ (આધાર મૂલ્ય)ને વધારી દીધી. પાર્ટીએ તે પણ આરોપ લગાવ્યો કે, વડાપ્રધાને રાફેલ સાથે જોડાયેલી ગેરંટીને માફ કરાવી દીધી અને મધ્યસ્થાની જોગવાઈને બદલી નાંખી જે દેશની સુરક્ષા સાથે છેડછાડ છે. કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ રાફેલ મામલાની સંયુક્ત સંસદીય કમિટીની તપાસની માંગ દોહરાવીને પ્રશ્ન કર્યો છે કે, આખરે વડાપ્રધાને કોઈને ફાયદો પહોંચાડવા માટે કામ કર્યું? કોંગ્રેસના તાજા આરોપો પર સરકાર અથવા બીજેપી તરફથી કોઈ જ પ્રતિક્રિયા આવી નથી.
સુરજેવાલાએ કહ્યું, દેશના કાયદા મંત્રાલય અને રક્ષા મંત્રાલયના અધિકારીઓની લેખિત સલાહ છતાં ચોકીદારે ચોર દરવાજાથી ડીલ બદલી નાંખી હતી. વડાપ્રધાન મોદીએ વિમાનની બેન્ચમાર્ક પ્રાઈઝને વધારીને ૬૨ હજાર કરોડ રૂપિયાથી વધારે કરી દીધી, જ્યારે કોંગ્રેસના સમયે કિંમત ઘણી ઓછી હતી. તેમને કહ્યું, રાફેલ વિમાનની ખરીદી માટે વાતચીત કરનાર કમિટીમાં આને લઈને ઘણો વિવાદ થયો કે, બેન્ચમાર્ક પ્રાઈઝ શું થશે. તત્કાલીન રક્ષા મંત્રી મનોહર પર્રિકરે વધેલી કિંમતને માનવાથી ઈન્કાર કરી દીધુ હતુ. સુરજેવાલાએ દાવો કર્યો, રક્ષા ખરીદ પરિષદે પણ વધેલી કિંમતનો સ્વીકાર કર્યો નહી અને કાગળ વડાપ્રધાન પાસે મોકલી દીધા. આ બધુ હોવા છતા વડાપ્રધાને વધેલી કિંમતનો સ્વીકાર કરી લીધો. તેમને કહ્યું, અમારો પ્રશ્ન છે કે વડાપ્રધાનપ તમે કોઈને ફાયદો પહોંચાડી રહ્યા છો?
કોંગ્રેસ નેતાએ તે પણ દાવો કર્યો, વડાપ્રધાને બેંક ગેરંટીને માફ કરી દીધી જે દેશની સુરક્ષા સાથે છેડછાડ છે, જ્યારે કાનૂન મંત્રાલયે સલાહ આપી હતી કે, બેંક ગેરંટી ફ્રાન્સની સરકાર પાસેથી લેવામા આવે.
સુરજેવાલાએ કહ્યું કે, દેશના ચોકીદારે ચોર દરવાજાથી રાફેલની કિંમત કેવી રીતે બદલવામા આવી તેનો હવે દુનિયા સામે આવી ચૂક્યુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાફેલની બેન્ચમાર્ક પ્રાઈસ ૩૯,૪૨૨ કરોડથી વધારીને ૬૨,૧૬૬ કરોડ રૂપિયા કરી દીધી. કોંગ્રેસ નેતાએ કહ્યું કે, રક્ષા મંત્રીએ રાફેલની વધેલી કિંમતને માનવાથી ઈન્કાર કરી દીધો. રક્ષા મંત્રી સહિત ત્રણેય સેનાઓના પ્રમુખોએ આને માનવાથી ઈન્કાર કરી દીધો. આ બધી વાતો છતાં વડાપ્રધાને વધેલી કિંમતને મંજૂરી આપી દીધી હતી.

Related posts

भारत को मातृभूमि माननेवाला हर शख्स हिन्दू : RSS प्रमुख

aapnugujarat

૨૦૧૭માં જમ્મુ કાશ્મીરમાં ૧૩૦ ત્રાસવાદી ઠાર મરાયા

aapnugujarat

સંસદમાં સરકારનો નહીં વિપક્ષનો ફ્લોર ટેસ્ટ છે : વડાપ્રધાન મોદી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1