Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

શ્રીલંકા સંસદમાં રાજપક્ષે-વિક્રમસિંધેના સમર્થકો ઝઘડ્યાં, સાંસદો વચ્ચે થઈ મારામારી

શ્રીલંકાના વડાપ્રધાન મહિંદા રાજપક્ષેએ ગુરુવારે દાવો કર્યો છે કે, સ્પીકર પાસે ઘ્વનિમતથી તેમને પદ પરથી હટાવવાનો કોઈ અધિકાર નથી. આ વાત રાજપક્ષેએ તેમના વિરુદ્ધ મંગળવારે પાસ થયેવા અવિશ્વાસના પ્રસ્તાવ વિશે કહી છે. ત્યારપછી શ્રીલંકાની સંસદમાં સાંસદો વચ્ચે મારા-મારી થઈ ગઈ હતી.
શ્રીલંકાની સંસદ ગુરુવારે ફરી બોલાવવામાં આવી હતી. તે દરમિયાન સ્પીકર કારુ જયસૂર્યાએ જણાવ્યું કે, દેશમાં કોઈ સરકાર નથી. હાલ અહીં કોઈ વડાપ્રધાન નથી. પછી ભલે કે રાષ્ટ્રપતિ તરફથી નિમણૂક કરેલા રાજપક્ષે તરફથી હોય કે, તેમના પ્રતિ સ્પર્ધી વિક્રમ સિંઘે.
રાજપક્ષેએ સ્પીકરની વાત નકારતા કહ્યું છે કે, કોઈ ખાસ મુદ્દાનો નિર્ણય ધ્વનિમતથી ન કરી શકાય. આ સિવાય સ્પીકર પાસેવડાપ્રધાન અને તેમના કેબિનેટ મંત્રીઓની નિમણૂક કરવી કે તેમને હટાવવાનો કોઈ અધિકાર નથી. રાજપક્ષેએ આરોપ લગાવ્યો છે કે, સ્પીકર પક્ષપાત કરી રહ્યા છે. તેઓ તેમની યૂનાઈટેડ નેશનલ પાર્ટીનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. જેનું નેતૃત્વ બેદખલ કરવામાં આવેલા વડાપ્રધાન રાનિલ વિક્રમસિંઘે કરી રહ્યાં છે. રાજપક્ષેએ કહ્યું છે કે, દેશના આ રાજકીય સંકટને દૂર કરવાનો સૌથી સારો ઉકેલ છે કે ફરી ચૂંટણી કરવામાં આવે.
વિરોધીઓએ રાજપક્ષેના નિવેદન પર વોટ કરવાની માંગણી કરી તો અમુક સંસદોએ વેલીમાં આવીને નારેબાજી કરવાની શરૂઆત કરી દીધી. ત્યારપછી ૩૫-૩૬ સાંસદો વચ્ચે મારા-મારી શરૂ થઈ ગઈ હતી. આ દરમિયાન અમુક સાંસદોને ઈજા પણ આવી હતી.

Related posts

અઝરબૈજાનના નાગોર્નો-કારાબાખમાં ઓઈલ ડેપોમાં વિસ્ફોટ : ૧૦૦ના મોત

aapnugujarat

તાલિબાનીઓએ ISI CHIEF ને કાબુલ બોલાવ્યા

editor

पाक पीएम ने फेसबुक से इस्लामोफोबिया से जुड़ी सामग्री पर प्रतिबंध लगाने की मांग की

editor

Leave a Comment

UA-96247877-1